એકવાત તો દરેક વ્યક્તિ જાણે છે કે, રાત્રે 7 થી 8 કલાકની ઉંઘ ખૂબ જ જરૂરી હોય છે. પરંતું શું સાચે જ આપણે 7 કલાકની ઉંઘ પણ લઈ શકીએ છીએ? કેટલાય લોકો એવા છે કે, જે કામના કારણે હંમેશા ટ્રાવેલિંગ જ કરતા રહે છે અથવા તો કામની ભાગદોડમાં એ લોકો માટે પૂરતી ઉંઘ લેવાનો પણ સમય નથી હોતો.
આવા સમયમાં સ્કીન અને વાળને એ લોકો સમય આપવાનું ભૂલી જાય છે. પરંતુ કેટલાક એવા બ્યુટી હેક્સ છે કે, જે તમને તમારી વ્યસ્ત જીવન શૈલીમાં પણ સુંદર રાખી શકે છે. તો આવો તેના વિશે વધુ જાણીએ.
- સિલ્ક પિલો કેસ: તકીયા પર માથુ રાખીને સુવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે પરંતુ આખીરાત આપની સ્કીન તકીયા પર ઘસાય છે અને તેના કારણે તેને નુકસાન થાય છે. એટલે સ્કીનના ડોક્ટર્સ રેશમના કાપડનું તકીયાનું કવર વાપરવાની સલાહ આપે છે. કારણ કે આ કવર સ્કીન પર કોઈ કપડાની તુલનામાં વધારે નરમ હોય છે.
- સ્પ્રિટીંગ ડ્રાય શેમ્પુ: સામાન્ય રીતે એવું થાય છે કે આપણને પોતાના વાળ ધોવાનો પણ સમય હોતો નથી. આવામાં ઓઈલી સ્કેલ્પ ખૂબ જ વધારે થાય છે. આ પ્રકારની ઓઈલી સ્કેલ્પથી છુટકારો મેળવવા માટે આપ ડ્રાય શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. રાત્રે સુતા પહેલા આપ આને વાળમાં સારી રીતે લગાવીને સુઈ જાવ. આ આપના વાળ પર આખી રાત કામ કરશએ અને સ્કેલ્પથી ઓઈલને સુકવી લેશે.
- હેર અને સ્કીન માસ્ક: રાત્રે સૂતા પહેલા આપ ઘરે જ બનેલા હેર અને સ્કીન માસ્કનો ઉપયોગ કરી શકો છો. વાળ પર જ્યારે હેર માસ્ક લગાવીને સુશો ત્યારે શાવર કેપનો ઉપયોગ કરી શકો છો. ચહેરા માટે આપ ગુલાબ જળના કેટલાક ટીપા પણ એલોવેરા જેલ અને ગ્લીસરીનમાં મિલાવીને રાત્રે લગાવી શકો છો અને સવારે તેને પાણીથી ધોઈ લો. આ તમામ હેક્સ આપની મદદ કરશે.
- લિપ્સ: રાત્રે સૂતા પહેલા બામ લગાવવો ખૂબ જ જરૂરી છે. હોઠને હાઈડ્રેટ કરવાનો આ સૌથી સારો સમય હોય છે. આનો રોજ રાત્રે ઉપયોગ કરીને આપ હોઠને સોફ્ટ અને નરમ રાખી શકો છો.