યુવતીએ એક વર્ષથી નહોતા બાંધ્યા શારીરિક સંબંધ, ડોકટરે જણાવ્યું પ્રેગનેન્ટ છે તો યુવતીના ઉડી ગયા હોશ

એક મહિલાએ પ્રેગનેન્સીની ચોંકાવનારી કહાની શેર કરી છે. મહિલા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે છેલ્લા એક વર્ષથી સેક્સ કર્યું નથી. પરંતુ તપાસ માટે જ્યારે ડોક્ટર પાસે ગઈ તો ડોક્ટરે બ્લડ ટેસ્ટની રિપોર્ટ દેખાડી તેને પ્રેગનેન્ટ જણાવી દીધી હતી.

‘ધ સન યુકે’ ના એક રિપોર્ટ મુજબ, એક બ્રિટિશ યુવતી સામંથા ગિબ્સને ટિકટોક પર એક વીડિયો જાહેર કરીને આ હેરાન કરનારી કહાની જણાવી છે. તેણે જણાવ્યું છે કે, જ્યારે તે બ્લડ ટેસ્ટ માટે ડોક્ટર પાસે ગઈ તો તેમણે જણાવ્યું કે, તે પ્રેગનેન્ટ છે. આ સાંભળી હું આશ્ચર્યચકિત થઈ ગઈ કેમકે મારે સેક્સ કર્યાને એક વર્ષ કરતા વધારે સમય પસાર થઈ ગયો હતો. મેં એક વર્ષથી વધુ સમયથી કોઈની સાથે ફીજીકલ રિલેશન બાંધ્યા નહોતા.

સામંથા ગિબ્સને જણાવ્યું છે કે, શારીરિક સંબંધ ન હોવા છતાં ડોક્ટરોએ તેને પ્રેગનેન્ટ જાહેર કરી દીધી હતી. રિપોર્ટ મુજબ, સામંથાનો આ વીડિયો ટિકટોક પર 10 લાખથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. વીડિયો જોઈને, જ્યારે લોકો તેની પાછળની કહાની જાણવા માંગતા હતા, ત્યારે સામંથાએ તેને લઈને બીજો વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, ‘કદાચ ડોક્ટરોએ ભૂલથી તેના બ્લડ ટેસ્ટ રિપોર્ટને કોઈ બીજા સાથે મિક્સ કરી દીધો હશે.’

સામંથાના જણાવ્યા મુજબ, ‘થોડા દિવસો પહેલા હું બ્લડ ટેસ્ટ માટે હું ડોક્ટર પાસે ગઈ હતી, મને ચક્કર આવી રહ્યા હતા, પેટમાં દુખાવો પણ થઈ રહ્યો હતો. મારું બ્લડ ટેસ્ટ ત્યાં કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને હું હચમચી ગઈ હતી.

સામંથા ડોક્ટરને જણાવ્યું કે હું પ્રેગનેન્ટ થઈ શકતી નથી કારણ કે મેં લગભગ એક કે બે વર્ષથી સેક્સ કર્યું નથી. તેના પર ડોક્ટરે વધુ એક ટેસ્ટની વાત કરી, પરંતુ તેનું રિઝલ્ટ આજ દિવસ સુધી તેને બતાવવામાં આવ્યું નથી. હવે સામંથા ફરી તે જ ડોક્ટર પાસે જવાની છે.

Scroll to Top