આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહેલા હાર્દિક પટેલ અને નિલેશ એરવાડિયાને પાટીદારોનો સમર્થન મળી રહ્યું છે. ઉપવાસના દિવસો વધતા જાય છે તેમ તેમના સ્વાસ્થ્ય પર જોખમ વધતું જાય છે. એવામાં હીરલ પટેલના નામની પાટીદાર યુવતીએ કીડની દાન કરવાની તૈયારી દર્શાવી છે. હીરલ પટેલે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે હાર્દિક અને નિલેશને જો કિડનીની જરૂર પડશે તો તે તેની કીડની આપવા તૈયારી દર્શાવી છે.
આમરણાંત ઉપવાસના 10 દિવસ થવા છતાં સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતાં કે કોઈ સકારાત્મક સંકેત ન મળતાં હાર્દિક પટેલે હવે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે હાર્દિકના ઘરની બહાર ચોવીસે કલાક આઈસીયુ મેડિકલ વાન તૈનાત કરી દેવાઈ છે. આ મેડિકલ વાનમાં ઓક્સિજન સહિત ઈમર્જન્સી દવાઓ રાખવામાં આવી છે. જ્યાં ચાર જણ નો સ્ટાફ ચોવીસે કલાક તૈનાત રહેશે.
હાર્દિકે ફરી મેડિકલ ચેકઅપનો કર્યો ઈન્કાર
આજે ફરીવાર સાંજે હાર્દિકના ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો પ્રદીપ પટેલ ટીમ સાથે હાર્દિક પાસે પહોંચ્યા હતા. પરંતુ હાર્દિકે કોઈપણ જાતના મેડિકલ ટેસ્ટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સવારે પણ તેણે સોલાની મેડિકલ ટીમને ચેકઅપ કરવા દીધું ન હતું અને ટીમને રવાના કરી દીધી હતી.
ચોવીસે કલાક આઈસીયુ ઓન વ્હિલ રહેશે તહેનાત
ઉપવાસી હાર્દિકની સ્થિતિ કથળી રહી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને આખરે સરકારે એક આઈસીયુ ઓન વ્હિલ તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે. તેમાં 4 કર્મચારીઓ હાજર રહેશે. આઈસીયુમાં ઓક્સિજન, બોટલ ચડાવવાની સુવિધા અન્ય ઈમરજન્સી દવાઓનો સ્ટોક રાખવામાં આવશે.
પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા મધ્યસ્થી કરી ને આ મુદ્દાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ સરકાર સાથેની વાટાઘાટોમાં હાર્દિકના બે મુદ્દા તાત્કાલિક અસરથી ઉકેલાય તેવા ન હોવાથી માત્ર ખાતરી અને વચનોથી હાલ પૂરતું ઉપવાસ આંદોલન સમેટી લેવું પડે તેવી સ્થિતિ સર્જાશે. ત્યારે સરકારની ફોર્મ્યુલા કેવી હોઈ શકે છે. કેન્દ્રની મધ્યસ્થીથી કેવી રીતે ઉકેલ આવે શકે છે.