આ મહિલાએ વર્ષ 2018 માં જ કરી હતી “કોરોના વાયરસ” અંગે ભવિષ્યવાણીઃ પણ સરકારે ધ્યાન ન આપ્યું

અત્યારના સમયમાં “ભવિષ્યવાણી” જેવો શબ્દ આ ટેક્નોલોજીના યુગમાં લગભગ બધાને અશક્ય લાગે. પણ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવી જાય છે કે, લોકો આ વાત પર વિશ્વાસ કરી બેસતા હોય છે. વાત છે યુકેની. અહીંયા એક મહિલાએ દાવો કર્યો છે કે, મેં વર્ષ 2018 માં જ કોરોના મહામારી વિશે સંકેત આપી દિધા હતા.

આ મહિલાનું નામ રોક્સાને ફર્નિવાલ છે. તેણ કહ્યું કે, મને આ વાતના સંકેત વર્ષ 2018 માં જ મળી ગયા હતા પરંતુ સરકારે એ સમયે મારી વાત પર કોઈ ધ્યાન જ નહોતું આપ્યું. આ મહિલાએ કહ્યું કે, મેં વર્ષ 2018 માં એક સ્વાસ્થ્ય કર્મચારીને જોયા હતા અને અચાનક મને આ વાત સ્ફૂરી હતી. પરંતુ મારી વાત પર એ સમયે સરકારે કોઈ ધ્યાન નહોતું આપ્યું.

રોક્સાને ફર્નિવાલે કહ્યું કે, આગામી બે-ત્રણ વર્ષ મોટી રાહત મળતી દેખાતી નથી. પરંતુ ઓગસ્ટ મહિનામાં થોડી રાહત મળવાની આશા છે. રોક્સાનાએ કહ્યું કે, મને અનુભવ થયો કે ચારેબાજુ કાળા વાદળો છવાયેલા છે અને 2020માં જ્યારે કોરોના મહામારીના ભણકારા થયા તો મને યાદ આવ્યું કે મેં જે મુશ્કેલીનું સાંભળ્યું હતું. તે આ છે.

રોક્સાને ફર્નિવાલે ઉંમર અને પરિપક્વતાને લઈને પણ પોતાની વાત રાખી. રોક્સાને ફર્નિવાલે જણાવ્યું કે તે પહેલા હોસ્પિટાલિટી સેક્ટરમાં હતી. જ્યારે તે 27 વર્ષની હતી તો છુટાછેડા થઈ ગયા હતા. તે સમયે બાળક 9 મહિનાનું હતું. જ્યારે તે 30 વર્ષની હતી તો તેને સમજાવું કે તેનામાં કંઈક અલગ વાતો છે. પછી તેણે ભવિષ્યવાણી વાળી વાતો પર ધ્યાન આપ્યું.

રોક્સાનેના દાવા હંમેશા સાચા પડે છે. તેણે જણાવ્યું કે કોરોના મહામારીને કારણે દુનિયાની જીવવાની રીત બદલી જશે. હળવા-મળવાનું ખતમ થઈ જશે. કારણ કે આ વર્ષે ઓગસ્ટ મહિના બાદ મહામારી વધશે. આ વાતની ઝલક અત્યારથી જોવા મળી રહી છે કે બ્રિટનમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે અને નવો વેરિએન્ટ ખુબ સંક્રમણ ફેલાવી રહ્યો છે.

Scroll to Top