સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

ધારણોજ ગામે 26 લોકોએ ગૌચરની જમીન પચાવી! શું સરકારી તંત્ર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરશે?

M

MT Online Correspondent

4 મિનિટ વાંચો
શેર કરો:
Dharnoj Gauchar land scam

પાટણ જિલ્લાનું ધારણોજ ગામ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચાનો વિષય બન્યું છે. ધારણોજ ગામે જહુમાતા મંદિર ધામ આવેલું છે જે આખા રાજ્યમાં આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે હવે ધારણોજ ગામમાં ગૌચરની જમીન પચાવી પાડવાનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. ધારણોજ ગામના કેટલાક અસામાજીક તત્વો દ્વારા સરકારી અને ગૌચરની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે, ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે સ્થાનિક તલાટી પણ આ મામલે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી તેમજ લોકચર્ચા છે કે, સ્થાનિક તલાટી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંલિપ્ત હોઈ શકે છે.

ગામના 26 લોકોએ જમીન પચાવી પાડી

ધારણોજ ગામે ગૌચરની લગભગ 5 સર્વે નંબરોની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે. આ મામલે ગામના 26 લોકોની ઓળખ કરવામાં આવી છે. પરંતુ તેઓને આજદીન સુધી તલાટી દ્વારા કોઈ પણ પ્રકારની નોટીસ મોકલવામાં આવી નથી. ત્યાં જ ધોરણોજ ગામે 24 ડિસેમ્બરના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૌચરની જમીનને લઈ મામલો બિચક્યો હતો પરંતુ તલાટી તેમજ સરપંચ દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો. જોકે ગ્રામસભા 10 મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી. બીજી તરફ ગ્રામસભા સમાપ્ત થયા બાદ ગૌચરની જમીનને લઈ RTI એક્ટિવિસ્ટને ધમકીઓ આપવામાં આવી હતી.

Dharnoj Gauchar land scam
ગામના 26 લોકોની ઓળખ કરવામાં આવી છે જેમણે ગૌચરની જમીન પચાવી પાડી છે.

ગૌચરની જમીન પર રાતોરાત બોર્ડ લગાવી દીધા

જહુમાતા ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર નવીનભાઈ સદાભાઈ વાણિયાએ ધારણોજ ગામમાં આવેલી ગૌચરની જમીનની વચ્ચોવચ બોર્ડ લગાવી દીધા છે, જેમાં જણાવાયું છે કે, આ જમીન ગૌચરના ચારા માટે છે પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે, સરકારી જમીન પર કોઇ વ્યક્તિ કે ટ્રસ્ટ બોર્ડ લગાવી શકે જ કેમ? તમને જણાવી દઈએ કે, ગ્રામજનોનું કહેવું કે, જહુમાતા ટ્રસ્ટ કેટલાક લોકોએ મીલિભગત કરીને બનાવી દીધુ છે. ગ્રામજનોને આ વિશે કોઇ વધુ જાણકારી આપવામાં આવી નથી. જહુમાતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પોતાની મનમાની કરીને નિર્ણયો લઈ સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. ત્યાં જ આ ટ્રસ્ટમાં શું દાન આવી રહ્યું છે અને તે પૈસાનો ક્યાં ઉપીયોગ થઈ રહ્યો છે તે વિશે પણ કોઈને જાણકારી આપવામાં આવતી નથી.

dharnoj jahu maa mandir
જહુમાતા ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટરે ગામમાં આવેલી ગૌચરની જમીનની વચ્ચોવચ બોર્ડ લગાવી દીધા છે.

લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ થઈ શકે છે

ઉલ્લેખનિય છે કે, એક વર્ષ પહેલા કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નિમ થયેલી જમીન ઉપર દબાણ કરનારા 22 શખ્સો સામે સાગમટે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગામના નાગરિકે સતત છ વર્ષ લડત લડ્યા પછી તંત્રને ગુનો દાખલ કરવાનું સૂઝ્યું હતું. તંત્રની સ્થળ તપાસમાં દબાણ કરતા 22 જેટલા શખ્સોએ ગૌચર નીમ વાળી જમીન ઉપર વાવેતર તથા પાણીના ટાંકાઓ બનાવી દીધા હોવાનું તેમજ દબાણ વાળી જગ્યાની ફરતે વાડ ગેરકાયદે રીતે વાડ બાંધી કબ્જો કરી સરકારી ગૌચર જમીન પચાવી પાડતા હોય આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ધારણોજ ગામના RTI એક્ટિવિસ્ટની ઓળખ છતી થતા મળી ધમકી, તલાટીની ભૂમિકા શંકાસ્પદ

ત્યારે હવે ધારણોજ ગામે અશ્વિનજી ઠાકોર નામના RTI એક્ટિવિસ્ટ ગૌચરની જમીન પચાવી પાડનારા લોકો વિરૂદ્ધ છેલ્લા 10 મહિનાથી લડત આપી રહ્યા છે. અશ્વિનજી દ્વારા ગ્રામ પંચાયત, મામલતદાર, ટીડીઓ, ડીડીઓ તેમજ કલેક્ટર કચેરીમાં પણ અરજી કરવામાં આવી છે. છતા સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે. આ મામલે અશ્વિનજી ઠાકોરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારા ગામમાં ગૌચરની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરીને લોકો પોતાનો અંગત લાભ ખાંટી રહ્યા છે. હું ગૌચરની જમીન માટે લડી રહ્યો છું અને મને વારંવાર ધમકીઓ મળી રહી છે. આ મામલે મેં ગુજરાત સરકાર, ગૃહ રાજ્ય મંત્રી તેમજ પાટણ એસપીમાં પણ મારા જીવને જોખમ હોવાની અરજી કરી છે.

AD
ટૅગ્સ:#ગુજરાત
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Fake journalist in Gujarat
Ahmedabad

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

Dumas Ramjiwadi Bungalow Raid
Gujarat

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]