અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને વચેટિયો રૂ. 36,000 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગેહાથે ઝડપાયા
MT Online Correspondent

અમદાવાદ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી અને સફળ લાલઆંખ કરી છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર (વર્ગ-1) અને તેમના વચેટિયા ખાનગી પર્સન સામે ફાયર સેફ્ટી એનઓસી (NOC) મંજૂર કરવા પેટે રૂ. 36,000 ની લાંચ સ્વીકારવા બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેસની વિગત અને ફરિયાદીની રજૂઆત
આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેઓ ફાયર સેફ્ટી ઓફિસર (FSO) તરીકે સેવાઓ આપે છે અને અમદાવાદ શહેરની વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને લગતી કામગીરી સંભાળે છે.
ફરિયાદીએ અમદાવાદ શહેરની કૂલ 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા માટે ગુજરાત સરકારના અધિકૃત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મોકલી આપી હતી. જોકે, આ એનઓસી મંજૂર કરાવવાના બદલામાં બિલ્ડિંગ દીઠ રૂ. 6000 લેખે કુલ રૂ. 36000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
આરોપીઓની વિગત
1. અમિતકુમાર આનંદરાવ ડોંગરે (ઉ.વ. 47): ચીફ ફાયર ઓફિસર (CFO), વર્ગ-1, અમદાવાદ.
2. ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલા (ઉ.વ. 31): ખાનગી વ્યક્તિ/પ્રજાજન (વચેટિયો).
એસીબી ટ્રેપ અને રંગેહાથે ધરપકડ
લાંચની રકમ આપવા ન માગતા જાગૃત નાગરિકે વડોદરા શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે તારીખ 07/08/2026 ના રોજ બે સરકારી પંચોની હાજરીમાં એસીબી દ્વારા સચોટ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુનાનું સ્થળ: મોજે, યશ એક્વા કોમ્પ્લેક્ષ પાસે રોડ ઉપર, વિજય ચાર રસ્તા, મેમનગર, અમદાવાદ.
રિકવરી: ટ્રેપ દરમિયાન આરોપી નં. (2) ભાવસિંહ ઝાલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 36,000 ની લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથે ઝડપી લીધો હતો.
ચીફ ફાયર ઓફિસરની સંડોવણી સાબિત થઈ
વચેટિયા ભાવસિંહ ઝાલાની પકડાયા બાદ, તેણે ઘટનાસ્થળેથી જ આરોપી નં. (1) ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરેને ફોન કર્યો હતો. વાતચીત દરમિયાન ચીફ ફાયર ઓફિસરે પણ લાંચના નાણાં અંગે હેતુલક્ષી સંમતિ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયું છે.
આમ ચીફ ફાયર ઓફિસરના કહેવાથી જ વચેટિયાએ લાંચની માંગણી કરી, સ્વીકારી અને એકબીજાને ગુનામાં દુષ્પ્રેરણ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાથી બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નાબૂદી કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]

આતંકવાદીઓ મામલે નવો ખુલાસો, 40 વખત ભારત આવ્યા હતા; વાંચો સમગ્ર માહિતી
અમદાવાદઃ આત્મઘાતી હુમલો કરવા આવેલા ચાર આતંકીઓની તપાસમાં નવા ખુલાસા થયા છે. 2 આતંકીઓ 40 વખત ભારતમાં આવ્યા છે. ડ્રગ્સ […]
