ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો
MT Online Correspondent

ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (“સ્ટાર હેલ્થ”) લોકો અને પરિવારોને ચોમાસા દરમિયાન આરોગ્ય સંબંધિત જોખમો અંગે સાવધ રહેવાની અપીલ કરી છે. કંપનીએ ખાસ કરીને બાળકોમાં દેખાતા અસામાન્ય અથવા સતત રહેતા લક્ષણો પ્રત્યે ગંભીરતા દાખવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
તાજેતરના અહેવાલો અનુસાર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 35 કેસ લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલા છે. બાળકોમાં નોંધાયેલા મૃત્યુના બનાવોને ધ્યાનમાં રાખતાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને નિયંત્રણ પગલાં વધુ મજબૂત બનાવ્યા છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નેશનલ જ્વોઇન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT)ને ગુજરાત અને રાજસ્થાનમાં તૈનાત કરી છે. આ ટીમમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હઝબન્ડ્રી એન્ડ ડેરીંગ (DAHD)ના નિષ્ણાતો સામેલ છે, જે રોગચાળાની તપાસ, ક્લિનિકલ મેનેજમેન્ટ, લેબોરેટરી સંકલન અને વેક્ટર નિયંત્રણની કામગીરીમાં સહાય કરશે.
ચાંદીપુરા વાયરસ એક વેક્ટરજન્ય ચેપ છે, જે એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES) સાથે સંકળાયેલ છે. કેટલાક કિસ્સાઓમાં આ ચેપ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. નિષ્ણાતોના મતે, સતત તાવ, માથાનો દુખાવો, ઊલટી અથવા અન્ય અસામાન્ય લક્ષણો દેખાય તો ખાસ કરીને બાળકો માટે તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.
આ અંગે સ્ટાર હેલ્થના ચીફ ક્લેમ્સ ઓફિસર ડૉ. અભિજીત ઘોષે જણાવ્યું હતું કે, “ચોમાસા દરમિયાન ચાંદીપુરા, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાયરલ ચેપ જેવા રોગોના પ્રારંભિક લક્ષણો સામાન્ય લાગી શકે છે. પરંતુ સતત તાવ, માથાનો દુખાવો, ઊલટી અથવા અન્ય અસામાન્ય લક્ષણોને અવગણવા જોઈએ નહીં. વહેલી નિદાન પ્રક્રિયા અને સમયસર સારવાર ગંભીર જટિલતાઓને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “સ્વચ્છતા જાળવવી, મચ્છર અને સેન્ડ ફ્લાયના પ્રજનનને રોકવું, દૂષિત પાણીથી દૂર રહેવું અને જરૂર જણાય ત્યારે તબીબી સલાહ લેવી જેવા સરળ પગલાં આરોગ્ય સંબંધિત જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. સ્ટાર હેલ્થમાં અમે માનીએ છીએ કે જાગૃતિ એ પણ રોગપ્રતિકારનો મહત્વપૂર્ણ ભાગ છે.”
પ્રિવેન્ટિવ હેલ્થકેર અને જાગૃતિ પર સ્ટાર હેલ્થનો ભાર
સ્ટાર હેલ્થ આરોગ્ય જાગૃતિ કેમ્પ, વેબિનાર, હેલ્થ ચેક-અપ અને વિવિધ સામાજિક પહેલો દ્વારા લોકોને ઋતુજન્ય રોગોના જોખમો, લક્ષણોની વહેલી ઓળખ અને સમયસર તબીબી સલાહના મહત્વ વિશે માહિતગાર કરવા સતત પ્રયત્નશીલ છે.
ચોમાસા દરમિયાન કંપની લોકોને સતર્ક રહેવા, સ્વનિદાન (Self-diagnosis)થી બચવા, સતત અથવા અસામાન્ય લક્ષણો પર ધ્યાન આપવા અને જરૂર હોય ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરે છે. આ પ્રયાસો દ્વારા સ્ટાર હેલ્થનો હેતુ માત્ર ઇન્શ્યોરન્સ સેવાઓ પૂરતી મર્યાદિત ન રહેતા પરંતુ લોકો સુધી વિશ્વસનીય આરોગ્ય માહિતી પહોંચાડીને તેમને વધુ સચેત અને સુરક્ષિત બનાવવાનો છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને વચેટિયો રૂ. 36,000 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગેહાથે ઝડપાયા
અમદાવાદ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી અને સફળ લાલઆંખ કરી છે. અમદાવાદના […]

આતંકવાદીઓ મામલે નવો ખુલાસો, 40 વખત ભારત આવ્યા હતા; વાંચો સમગ્ર માહિતી
અમદાવાદઃ આત્મઘાતી હુમલો કરવા આવેલા ચાર આતંકીઓની તપાસમાં નવા ખુલાસા થયા છે. 2 આતંકીઓ 40 વખત ભારતમાં આવ્યા છે. ડ્રગ્સ […]

જાણીતા લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, કોણ છે તેમના મનનો માણીગર? જુઓ તસવીરોમાં
અમદાવાદઃ ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટ હવે નવા સફરની શરૂઆત કરવા જઈ રહી છે. તેણે ત્રણેય બહેનોને પરણાવ્યા બાદ હવે […]
