આતંકવાદીઓ મામલે નવો ખુલાસો, 40 વખત ભારત આવ્યા હતા; વાંચો સમગ્ર માહિતી
MT Online Correspondent

અમદાવાદઃ આત્મઘાતી હુમલો કરવા આવેલા ચાર આતંકીઓની તપાસમાં નવા ખુલાસા થયા છે. 2 આતંકીઓ 40 વખત ભારતમાં આવ્યા છે. ડ્રગ્સ અને સોનાની દાણચોરી કરતા હોવાનો ખુલાસો થયો છે. આતંકીઓ સોશિયલ મીડિયાના ટેલિગ્રામમાં કટ્ટરવાદી ગ્રુપમાં પાકિસ્તાન હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હોવાનું ખૂલ્યું છે. ગુજરાત ATSએ હથિયારની વ્યવસ્થા કરનારા સ્લીપર સેલની શોધખોળ શરૂ કરી છે.
એરપોર્ટથી પકડાયેલા ચાર આતંકીઓની પૂછપરછમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ આતંકીઓમાંથી મોહમદ નુસરથ અને મોહમદ નફરાન 38થી 40 વખત ભારત આવી ચૂક્યા છે. ગુજરાત ATSએ 19 મે 2024ની રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકાથી ચેન્નઈ અને ચેન્નઈથી અમદાવાદ આવેલા ચાર આતંકવાદીને ઝડપી લીધા હતા. ત્યારબાદ ચારેય આતંકીને 20 મેના રોજ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ATSને આ આતંકીઓ પાસેથી મળેલા મોબાઈલ ફોનમાંથી તમિલ ભાષામાં બનેલો એક વીડિયો મળી આવ્યો છે. આ વીડિયોમાં ચારેય આતંકી મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસ સાથે ઊભા છે. તેમજ પાકિસ્તાનમાં બેઠેલો તેનો આકા અને ISISનો હેન્ડલર એવો અબુ બ્રેઇન વોશ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો બનાવ્યા બાદ આતંકીઓ આતંક ફેલાવવા આત્મઘાતી હુમલો કરવા નીકળ્યા હતા.
ATS દ્વારા આતંકીઓના મોબાઈલમાં મળી આવેલા પ્રોટોન મેઈલ અને સિગ્નલ એપ્લિકેશનની FSLની મદદથી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આતંકીઓના ઓરિજિનલ નંબર મેળવવા પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ATSની તપાસમાં આતંકીઓ ડ્રગ્સ અને ગોલ્ડ દાણચોરીના ગુનામાં પકડાયા હોવાનું ખૂલ્યું છે. આતંકી નુસરથ મુંબઈ એરપોર્ટ પર બે વખત ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયો છે અને શ્રીલંકામાં મારામારી તથા ડ્રગ્સના કેસમાં પણ પકડાયો હતો. જ્યારે મોહમ્મદ ફારિસની પણ શ્રીલંકામાં ડ્રગ્સના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. નફરાન નામનો આતંકી અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હોવાનું પૂછપરછમાં જણાવ્યું છે. જ્યારે રસદીન સામે શ્રીલંકામાં ચોરી અને ડ્રગ્સના ગુના નોંધાયા છે. આ ચારેય આતંકી ISISમાં જોડાયા બાદ પહેલી વખત ગુજરાતમાં આવ્યા હતા. હાલમાં ATS દ્વારા તેમનો ટાર્ગેટ કોણ હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આ ચારેય આતંકીઓએ અમદાવાદ આવ્યા બાદ એક સામાન્ય હોટેલમાં રોકાવવાનું નક્કી કર્યું હતું. તેમને જ્યાંથી હથિયાર મળવાના હતાં તે હથિયાર મળ્યા બાદ તેમના પ્લાનને લઈને તપાસ શરૂ કરી છે. જે જગ્યાએ હથિયાર મૂકાયા હતા, તેનું લોકલ કનેક્શન અને ટોલટેક્સથી લઈને મોબાઈલના ડેટાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ આ ચારેય આતંકીઓએ આત્મઘાતી હુમલો કરવાની શપથ લેતો વીડિયો બનાવ્યો હતો તેને લઈને ATS વધુ પૂછપરછ શરૂ કરી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને વચેટિયો રૂ. 36,000 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગેહાથે ઝડપાયા
અમદાવાદ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી અને સફળ લાલઆંખ કરી છે. અમદાવાદના […]
