ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026
MotionToday

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

M

MT Online Correspondent

4 મિનિટ વાંચો
શેર કરો:
Fake journalist in Gujarat

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ નકલી પત્રકારોનું કામ જનહિતના સમાચારો આપવાનું નહીં, પરંતુ લોકોને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવાનું બની ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગમાં આરટીઆઈ (RTI) ફાઈલ કરવી, બાંધકામ સાઇટ પર જઈ વીડિયો બનાવવા અને બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી માંગવી એ હવે આ ટોળકીઓની કાયમી મોડસ ઓપરેન્ડી બની ગઈ છે.

સરકારી અનાજની દુકાનોથી સ્પા સુધી તોડબાજીની જાળ

આ ખંડણીખોરોની નજર હવે સામાન્ય દુકાનદારો અને સંચાલકો પર પડી રહી છે. ભૂતકાળમાં રાજ્યના સસ્તા ભાવની અનાજની દુકાનોના એસોસિએશને 50થી વધુ નકલી પત્રકારોની યાદી બનાવી સરકાર સમક્ષ સુરક્ષાની ગુહાર લગાવી હતી. આ ઉપરાંત, સ્પા માલિકો અને ત્યાં કામ કરતી મહિલાઓના ચોરીછૂપે વીડિયો ઉતારી, સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકીઓ આપીને પણ તોડ કરવામાં આવે છે. એટલું જ નહીં, કાયદાની છટકબારીઓનો દુરુપયોગ કરવા આ ટોળકીઓમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવે છે. જો કોઈ ભોગ બનનાર વ્યક્તિ પૈસા આપવાનો ઇનકાર કરે કે વિરોધ કરે, તો તેમની સાથે ફરતી નકલી મહિલા પત્રકારો ખોટી છેડતીની ફરિયાદ કરવાની ધમકી આપીને તોડ કરી લે છે.

પોલીસ સ્ટેશનોને પણ નિશાન બનાવવાની હિંમત: એઆઈ તસવીરોનો દુરુપયોગ

હદ તો ત્યારે થાય છે જ્યારે આ તત્વો ખુદ ખાખી વર્દીને ધમકાવવા નીકળે છે. “લાંચખોર પીઆઈ”, “વહીવટદારોની પોલ ખોલીશું”, કે “પોલીસ-બુટલેગર મિલીભગત” જેવા સનસનાટીભર્યા હેડિંગ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ બનાવટી ફોટા બનાવી સોશિયલ મીડિયામાં નાખીને પોલીસ અધિકારીઓ પર પણ દબાણ લાવવાના હાસ્યાસ્પદ અને ગુનાહિત પ્રયાસો કરવામાં આવે છે.

નકલી પત્રકારોની કનડગત સામે શું કરશો? આ છે કાયદાકીય ઢાલ

સમાજમાં બદનામી કે વ્યવસાયને નુકસાન પહોંચવાના ખોટા ડરથી આવા તત્વોને પૈસા આપી દેવાને બદલે કાયદાકીય માર્ગ અપનાવવો જ એકમાત્ર ઉકેલ છે:

પોલીસ અને સાયબર ક્રાઇમ ફરિયાદ:

જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા, વોટ્સએપ કે ઈમેલ મારફતે હેરાન કરતી હોય તો તાત્કાલિક સાયબર સેલ (www.cybercrime.gov.in) પર ફરિયાદ નોંધાવો. શારીરિક ધમકી કે રૂબરૂ આવીને પૈસા માંગવાના કેસમાં સ્થાનિક પોલીસ મથકમાં તુરંત જ લેખિત ફરિયાદ કે FIR નોંધાવો.

કાયદાકીય કલમો હેઠળ આકરી કાર્યવાહી:

છેતરપિંડી અને વેશપલટો: ખોટી રીતે પત્રકાર હોવાનો દાવો કરી લાભ ખાટવા બદલ IPC કલમ 419 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

બદનક્ષી અને ધાકધમકી: બદનક્ષી માટે કલમ 500 અને નુકસાન પહોંચાડવાની ધમકી સામે IPC કલમ 503 તથા 506 હેઠળ ગુનો બને છે.

મહિલા સતામણી અને સ્ટોકિંગ: મહિલાઓ સામે અનિચ્છનીય સંપર્ક કરવા બદલ કલમ 354A અને પીછો કરવા સામે 354D હેઠળ કાર્યવાહી થાય છે.

આઈટી એક્ટ (IT Act, 2000): ઈલેક્ટ્રોનિક માધ્યમથી ઓળખ છુપાવવા બદલ સેક્શન 66D, પ્રાઈવસી ભંગ બદલ સેક્શન 66E અને આપત્તિજનક સામગ્રી ફેલાવવા સામે સેક્શન 67 લાગુ પડે છે.

ડિજિટલ પુરાવા એકત્ર કરો:

કોઈપણ કાયદાકીય લડાઈ માટે પુરાવા નિર્ણાયક હોય છે. વોટ્સએપ ચેટ, એસએમએસના સ્ક્રીનશોટ્સ, કોલ રેકોર્ડિંગ, ધમકીભર્યા વિડીયો, બોગસ પ્રેસ કાર્ડની કોપી અને સાક્ષીઓની માહિતી સુરક્ષિત રાખો.

કોઈપણ નકલી પત્રકારની ગેરકાયદેસર માંગણી કે બ્લેકમેઇલિંગ સામે ઝૂકવાને બદલે જાગૃત નાગરિક બની કાયદાનો સહારો લેવો એ જ આવા ખંડણીખોરોના દૂષણને ડામવાનો સૌથી સચોટ રસ્તો છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Chandipura Virus News
Ahmedabad

ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો

ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]

Ahmedabad Chief Fire Officer ACB Trap
Ahmedabad

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને વચેટિયો રૂ. 36,000 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગેહાથે ઝડપાયા

અમદાવાદ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી અને સફળ લાલઆંખ કરી છે. અમદાવાદના […]

આતંકવાદીઓ મામલે નવો ખુલાસો, 40 વખત ભારત આવ્યા હતા; વાંચો સમગ્ર માહિતી
Ahmedabad

આતંકવાદીઓ મામલે નવો ખુલાસો, 40 વખત ભારત આવ્યા હતા; વાંચો સમગ્ર માહિતી

અમદાવાદઃ આત્મઘાતી હુમલો કરવા આવેલા ચાર આતંકીઓની તપાસમાં નવા ખુલાસા થયા છે. 2 આતંકીઓ 40 વખત ભારતમાં આવ્યા છે. ડ્રગ્સ […]