શનિવાર, 5 સપ્ટેમ્બર, 2026
MotionToday

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

M

MT Online Correspondent

4 મિનિટ વાંચો
શેર કરો:
Dumas Ramjiwadi Bungalow Raid

સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર ડુમસ પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બંગલામાંથી 8 મહિલાઓ સહિત કુલ 22 લોકોને હિરાસતમાં લીધા છે. પકડાયેલા મોટાભાગના યુવક-યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું અને સુખી-સંપન્ન પરિવારના હોવાનું સામે આવ્યું છે.

Surat Dumas Liquor Party Raid
સુરતના ડુમસમાં બંગલામાં ચાલતી દારૂની મહેફિલમાંથી 8 યુવતીઓ સહિત 22 યુવાનો ઝડપાયા

બંગલામાંથી મળી દારૂની બોટલો અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ
પોલીસની તપાસ દરમિયાન બંગલાના અલગ-અલગ ભાગોમાંથી દારૂ અને બીયરની સીલબંધ તેમજ ખાલી બોટલો મળી આવી હતી. કેટલીક બોટલો સળગાવેલી હાલતમાં મળી આવતા પોલીસે પુરાવા નષ્ટ કરવાના એંગલથી પણ તપાસ હાથ ધરી છે. બંગલાના ફ્રિજ પર બર્થડે ગર્લનો ફોટો લગાવાયેલો હતો અને દારૂ સાથે રમવા માટે ખાસ પાસા વાળી ગેમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Surat Dumas liquor party raid police action
ડુમસમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ પર દરોડો, 22 ઝડપાયા

બંગલાના માલિક અને દારૂના સપ્લાયરની તપાસ શરુ
ડુમસ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પ્રાઇવેટ બંગલો કોની માલિકીનો છે, દારૂનો જથ્થો ક્યાંથી અને કોના દ્વારા લાવવામાં આવ્યો હતો. આ સાથે જ પકડાયેલા તમામ ૨૨ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(1) હરમીત હેમંતભાઇ પટેલ ઉ.વ.આ. 24, ધંધો-વકિલાત, રહે. અગિયારી સ્ટ્રીટ, અડાજણ ગામ, સુરત શહેર.

(2) જશ મુકેશભાઇ જરીવાલા ઉ.વ.આ.24, ધંધો-વેપાર, રહે. એ/બી, સાંઇરાજ બંગ્લોઝ, પીપલોદ, સુરત શહેર

(3) રિધ્ધી રાકેશભાઇ જરીવાલા ઉ.વ.આ.24, ધંધો-મેકઅપ આર્ટીસ્ટ, રહે. સદગુરૂ કૃપા, મોટી સ્ટ્રીટવાડ, વાડી ફળીયા, ગોપીપુરા, સુરત શહેર

(4) હેત્વી અમિતભાઈ શાહ ઉ.વ.આ. 21, ધંધો-અભ્યાસ, રહે. જી-વીંગ, જોલી રેસીડેન્સી, વેસુ, સુરત શહેર.

(5) ઓમ શૈલેષભાઇ પટેલ ઉ.વ.આ.22, ધંધો-વેપાર, રહે, બી-વીંગ, ક્ષેત્રપાળ સોસાયટી, ઉમરાગામ, સુરત શહેર

(6) જેસીકા મિતેશભાઇ જરીવાલા ઉ.વ.આ. 21, ધંધો-ઘરકામ, રહે. ઘર નં. 19, સાંઇનાથ સોસાયટી, ન્યુ સીટીલાઇટ, અલથાણ, સુરત શહેર.

Surat Dumas Liquor Party Raid
ડુમસ પ્રાઇવેટ બંગલા દારૂ દરોડો પોલીસ કાર્યવાહી

(7) દીયા નિલેશ મશરૂવાલા ઉ.વ.આ.23, ધંધો-નોકરી, રહે. ઘર નં. 2028, સીધ્ધી શેરી, સલાબતપુરા, સુરત શહેર.

(8) દીશા આયુષ જરીવાલા ઉ..વ.આ.23, ધંધો-વેપાર, રહે. બી-09, મનન બંગ્લોઝ, ચાઇના ગેટની પાસે, ન્યુ સીટીલાઇટ રોડ, અલથાણ, સુરત શહેર

(9) આયુષ મનોજકુમાર જરીવાલા ઉ..વ.આ.27, ધંધો-વેપાર, રહે. બી-09, મનન બંગ્લોઝ, ચાઇના ગેટની પાસે, ન્યુ સીટીલાઇટ રોડ, અલથાણ, સુરત શહેર

(10) આસ્થા રીતેશ જરીવાલા ઉ.વ.આ.21, ધંધો-નોકરી, રહે. એ-08, મનન બંગ્લોઝ, ચાઇના ગેટની પાસે, ન્યુ સીટીલાઇટ રોડ, અલથાણ, સુરત શહેર

(11) શ્રીયા ધર્મેશભાઇ ગલીયાવાલા ઉ..વ.આ.21, ધંધો-નોકરી, રહે.પ્લોટ નં.06-07, સાંઇવિલા બંગ્લોઝ, અલથાણ, સુરત શહેર

(12) પ્રિયાંશ નિલેશ મશરૂવાલા, ઉ.વ.આ. 21, ધંધો-વેપાર, રહે. ઘર નં. 03/2028, સિધ્ધી શેરી, સલાબતપુરા, સુરત શહેર

(13) જીનેશ રાજુભાઇ ટીકીવાલા ઉ.વ.આ.22, ધંધો-વેપાર, રહે. ઘર નં.64, મહાદેવનગર, નવી સીવીલ હોસ્પીટલની સામે, રીંગરોડ, સગ્રામપુરા, સુરત શહેર.

(14) મુસ્તફા અબુલી ગોધરાવાલા ઉ.વ.આ. 23, ધંધો-વેપાર, રહે. ઘર નં.501, ટેમા ટેરેસ પાર્લે

(15) પાર્થ અમીતભાઇ મોદી ઉ.વ.આ.24, ધંધો-વેપાર, રહે. ઘર નં. ઇ-૧૧૧૦, વાસ્તુ ગ્રામ, સફલ સ્ક્વેર, વેસુ, સુરત શહેર

(16) સમીરાજ મનદીપસિંઘ પાહવા ઉ.વ.આ.23, ધંધો-બેકાર રહે. ઘર નં. એફ-402, હેપ્પી રેસીડેન્સી, પ્રાઇમ શોપર્સની પાસે, વેસુ, સુરત શહેર

(17) ધન્વેન સંજય જરીવાલા ઉ.વ.આ.21, ધંધો-વેપાર, રહે. ઘર નં. એ-16, આશિર્વાદ રેસીડેન્સી, ન્યુ સીટીલાઈટ રોડ, અલથાણ, સુરત શહેર

(18) નીધી રાકેશ જરીવાલા ઉ.વ.આ.22, ધંધો-નોકરી રહે. ઘર નં.૫૦, આમ્રપાલી બંગ્લોઝ, ન્યુ સીટી લાઇટ અલથાણ, સુરત શહેર.

(19) રૂષાદ હોસેદર દારૂવાલા ઉ.વ.આ.21, ધંધો-અભ્યાસ, રહે. ફ્લેટ નં.1304, કુસુમ હાઇટ્સ, ગ્રીનસીટી, પાલ, સુરત શહેર,

(20) મનન રાજનાથ બેલ ઉ.વ.આ.24, ધંધો-નોકરી, રહે. ઘર નં.502, એલ-ટાવર, અવ્વધ કેરોલીના, ડી.પી.એસ ચાર રસ્તા પાસે, ડુમસ, સુરત શહેર.

(21) કાવ્યકુમાર નિલેશભાઇ મોરે ઉ.વ.આ.21, ધંધો-અભ્યાસ, રહે. ઘર નં. 802, માધવ ઓપીલેન્સ, ગૌરવ પથ, પાલ, સુરત શહેર.

(22) એલીસ હિતેન્દ્રભાઇ પટેલ ઉ.વ.આ.25, ધંધો-વેપાર રહે. બાપુનગર, મગદલ્લા ગામ, સુરત શહેર

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

Gujarat Traffic E-Challan New Rule driving license suspension
Gujarat

ગુજરાતમાં 75 દિવસમાં ચલણ નહીં ભરો તો લાઈસન્સ અને આરસી થશે સસ્પેન્ડ, સરકારે કડક નિયમ કર્યો લાગુ

અમદાવાદ: ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને પરિણામે થતા ઈ-ચલણને અવગણવાથી વાહનચાલકો માટે પહેલા કરતાં વધુ ખર્ચાળ સાબિત થઈ શકે છે. આનું […]

Chandipura Virus News
Ahmedabad

ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો

ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]