બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત
MT Online Correspondent

Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે 6 લક્ઝૂરી અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. મુંબઈના પોશ વિસ્તાર બોરીવલીમાં આવેલા આ તમામ એપાર્ટમેન્ટ અભિષેક બચ્ચને 15.42 કરોડમાં ખરીદ્યા છે. અભિષેક બચ્ચને આ એપાર્ટમેન્ટ ઓબરોય સ્કાઈ સિટીમાં ખરીદ્યા છે.
અપાર્ટમેન્ટ માટે 31498 રૂપિયા પ્રતિ સ્કેવર ફુટની કિંમત ચુકવી
જૈપકી શો દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર, આ 6 એપાર્ટમેન્ટ 4894 સ્કેવર ફુટમાં ફેલાયેલા છે. અભિષેક બચ્ચને આ એપાર્ટમેન્ટ માટે 31498 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફુટ કિંમત ચુકવી છે. દસ્તાવેજ અનુસાર, એસ એગ્રીમેન્ટ પર 5 મે 2024ના રોજ સાઈન થયેલી હતી. પહેલો એપાર્ટમેન્ટ 1101 સ્કેવર ફુટમાં ફેલાયેલ છે. તેની કિંમત 3.42 કરોડ રૂપિયા. બીજો અને ત્રીજો એપાર્ટમેન્ટ 252 સ્કેવર ફુટ છે. આ બંને માટે અભિષેકે 79-79 લાખ રૂપિયા આપ્યા છે. ચોથો એપાર્ટમેન્ટ 1101 સ્કેવર ફુટનો છે. તેની કિંમત 3.52 કરોડ રૂપિયા છે. પાંચમો એપાર્ટમેન્ટ 1094 સ્કેવર ફુટમાં ફેલાયેલ છે અને તેની કિંમત 3.39 કરોડ રૂપિયા છે. 6ઠ્ઠો એપાર્ટમેન્ટની કિંમત 3.39 કરોડ છે.
ઓબરોય સ્કાઈ સિટી બોરીવલી ઈસ્ટમાં લગભગ 25 એકર એરિયામાં ફેલાયેલ છે અહીં 8 લક્ઝૂરી રેઝીડેંશિયલ ટાવર અને સ્કાઈ સિટી મોલ પણ આવેલા છે. ઓબરોય રિયલ્ટીના ચેરમેન અને એમડી વિકાસ ઓબરોયે જણાવ્યું હતું કે, તેમની કંપની મેરિયટ ઈન્ટરનેશનલ સાથે એગ્નીમેન્ટ કર્યું છે. જે અંતર્ગત મેરિયટ ગ્રુપ સ્કાઈ સિટીમાં બે હોટલ બનાવવા જઈ રહ્યા છે. આ બંને હોટલ 2027-28 સુધીમાં બનીને તૈયાર થઈ જશે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય
બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

અનુપમ ખેરની Reel સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ચાહકોએ ગણાવ્યા ‘ટ્રેન્ડ વિનર’
કોરોના મહામારી દરમિયાન શ્રી ફૈસુ (ઉર્ફે ફૈસુ શેખ) એ “મેરે મહેબૂબ કયામત હોગી” ગીત પર એક રીલ સેટ બનાવી, જે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

VIDEO: રશ્મિકા મંદાનાનો ફરી બની ડીપફેકનો શિકાર, સ્ટ્રેપલેસ બિકિનીવાળો વીડિયો વાયરલ
મુંબઈઃ અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી એકવાર ડીપફેક વીડિયોનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, […]
