અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
MT Online Correspondent

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. આ યુવતીનું નામ બેહિશ્તા ખૈરુદ્દીન છે. બેહિશ્તાએ IIT મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં M.Tech પૂર્ણ કર્યું છે. બેહિશ્તાની હાડમારીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ડિગ્રી પૂર્ણ કરવા માટે ઉત્તર અફઘાનિસ્તાનમાં પોતાના ઘરમાં એક ગુપ્ત લેબ સ્થાપવી પડી હતી.
બે વર્ષ સુધી તાલિબાનની નજરથી બચી હતી
તાલિબાન કમાન્ડરોની નજરથી બચીને બેહિશ્તાએ તેની લેબમાં કેમિકલ એન્જિનિયરિંગ સંબંધિત પ્રયોગો કર્યા હતા. આ માટે તેણે બીકર અને તેની બહેન પાસેથી ઓવન પણ ઉછીનો લીધો હતો. વર્ષ 2021માં તાલિબાન સત્તામાં આવ્યું ત્યારથી તેણે ખૂબ જ સાવધ રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. બેહિશ્તાએ ઘરેથી સેમેસ્ટરના તમામ પેપર આપ્યા હતા અને પાસ પણ થઇ હતી. આ પછી તેણે IIT-મદ્રાસમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. આ કામમાં તેમને IIT મદ્રાસની મદદ પણ મળી હતી.
બે સેમેસ્ટર સુધી સંઘર્ષ કરવો પડ્યો
બેહિશ્તાએ કહ્યું કે મેં આ બધું હાંસલ કરવા માટે ઘણી મહેનત કરી છે. મેં પહેલા બે સેમેસ્ટરમાં ખુબ સંઘર્ષ કર્યો હતો. મારા માટે બધું નવું હતું. હું આખો દિવસ કોમ્પ્યુટર પર ચોંટેલી રહેતી હતી. રાત્રે ચાર-પાંચ કલાક જ આરામ કરતી હતી. મારા પરિવારમાં શિક્ષણને હંમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે. મારો જન્મ એક શિક્ષિત પરિવારમાં થયો હતો. મારા પિતા સામાજિક વિજ્ઞાનના સ્નાતક છે. મારી માતા ડૉક્ટર છે. મારી મોટી બહેન આઈઆઈટી પીએચડીની વિદ્યાર્થીની છે. તે અફઘાનિસ્તાનમાં અટવાઈ ગઈ છે. મારી બીજી બહેને કાયદાનો અભ્યાસ કર્યો છે. મારા ભાઈએ સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે.
અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે સ્થિતિ નિરાશાજનક
તાલિબાન અફઘાનિસ્તાનમાં કડક ઇસ્લામિક કાયદાનો વ્યાપકપણે અમલ કરે છે. અહીં છોકરીઓને યુનિવર્સિટીમાં જવા પર પ્રતિબંધ છે. મિડલ સ્કૂલ અને હાઈસ્કૂલની છોકરીઓ અને વ્યાવસાયિક મહિલાઓને જાહેરમાં માથાથી પગ સુધી ઢાંકેલા કપડા પહેરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. બેહિશ્તાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે સ્થિતિ નિરાશાજનક છે. હું છોકરીઓને કહીશ કે કૃપા કરીને ભણો અને બને તેટલો અભ્યાસ કરો. ઘરે અભ્યાસ કરો, પુસ્તકો વાંચો. આ સાથે તેણે કહ્યું કે અમે આ ક્રૂરતા સામે લડીશું.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

દેશમાં અત્યારે ૧૦ લાખો બાળકો કુપોષિત રહેલા છે, જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો શું થશે ભારતની હાલત?
29 મેના દિવસના રોજ અરૂણાચલ પ્રદેશના ઈસ્ટ સિયંગા જિલ્લામાં 1 વર્ષ 4 મહિનાની બાળકીનું કોરોના વાયરસના કારણે અવસાન થયું હતું. […]

આ તો કેવું – મોદી સરકાર સતત બીજા વર્ષે રાજ્યોને GST વળતર ચૂકવવા લેશે આટલા અબજ ડોલર ઉધાર
કોરોના અને લૉકડાઉનના કપરા સમયમાં ગુજરાત જેવાં રાજ્યોએ આવકમાં ભારે ફટકો સહન કર્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ જીએસટીનું […]

જરૂરિયાતમંદ બાળકોને મફત આપે છે ઑનલાઇન કલાસીસ, આ વૃદ્ધ પતિ-પત્ની, ઇસરોના વૈજ્ઞાનિકો પણ જોડાયા છે સાથે
કોરોના સમયમાં બાળકોનું શિક્ષણ ઑનલાઇન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઑનલાઇન ક્લાસ દરમિયાન કેટલીક એવી સમસ્યાઓ સામે આવી હતી […]

જાણો, કેવી રીતે રાખવામાં આવે છે ચક્રવાતી વાવાઝોડાના નામ, કોણ કરે છે નામકરણ?
તામિલનાડુ અને પોંડુચેરી થી બુધવારે અડધી રાતે ચક્રવાતી વાવાઝોડું ‘નિવાર’ પસાર થવાનું છે જેને જોતા બંને રાજ્યોની સરકાર અલર્ટ થઇ […]
