અમદાવાદ એરપોર્ટ પર સુવિધામાં વધારો, મુસાફરોને થશે આ મોટો ફાયદો
MT Online Correspondent

અમદાવાદઃ શહેરનું સરદાર વલ્લ્ભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વધતી જતી એર ટ્રાફિકને લઇ વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવા 5 પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે.
ટર્મિનલ -2 પર નવા 5 પાર્કિંગ સ્ટેન્ડથી હવાઇ મુસાફરીની વધતી જતી માગને પુરી કરી શકાશે…નવા 5 પાર્કિંગ સ્ટેન્ડથી SVPI એરપોર્ટ પર પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13થી વધીને 18 થઇ છે.. જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકશે. નવા પાર્કિંગ સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની પણ તક પુરી પાડશે.
ટર્મિનલ – 2 પર હાલ 4 એરોબ્રિજ કાર્યરત છે જેને આગામી સમયમાં વધુ 4 એરોબ્રિજનો ઉમેરો કરી કુલ 8 એરોબ્રિજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. એરપોર્ટ સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના 4 એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવી છે.
ટર્મિનલ – 2 અપગ્રેડ કરવાથી ફાયદો
- બોઇંગ 737/એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે એ એરક્રાફ્ટને પણ હેન્ડલ કરી શકાશે
- 5 વાઇડબોડી એરક્રાફ્ટ જેમકે બોઇંગ અથવા એરબસ અને કાર્ગો કોલોસલ, બેલુગા એરક્રાઇફ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા સંચાલિત છે તેમને પણ હેન્ડલ કરી શકાશે
- ટર્મિનલ -2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450 સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સજ્જ છે
એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટ સાથે ટેક્નિકલ હોલ્ટ્સ માટે પણ વિકલ્પ પુરો પાડશે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]

અમદાવાદમાં ચીફ ફાયર ઓફિસર અને વચેટિયો રૂ. 36,000 ની લાંચ લેતા ACB ની ટ્રેપમાં રંગેહાથે ઝડપાયા
અમદાવાદ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી અને સફળ લાલઆંખ કરી છે. અમદાવાદના […]
