વાડજમાં બિલ્ડર સામે રહીશોને વાંધો, કોર્ટમાં કેસ ચાલુ છતાં બિલ્ડિંગ ઉભું કરી દીધું
MT Online Correspondent

Ahmedabad News: અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરમાં મોટી-મોટી બિલ્ડિંગો અને આલિશાન ફ્લેટો પણ બની રહ્યા છે. ત્યાં જ જૂની સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની કામગીરી થઈ રહી છે. તો કેટલાક કિસ્સાઓમાં બિલ્ડર દ્વારા યોગ્ય કિંમત નક્કી કરી આખી સોસોયટીના મકાનો ખરીદીને તેમાં નવી સ્કિમો બાંધવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન શહેરમાં એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં મકાન માલિકો દ્વારા બિલ્ડરો પર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, તેમની સાથે અન્યાય થયો છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં ચાર પરિવારોએ બિલ્ડર સામે મોરચો માંડ્યો છે અને કાયદાકીય લડાઈનો સહારો લીધો છે. આ પરિવારજનોનું કહેવું છે કે, બિલ્ડર અને તેના માણસોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ એ હદે પરેશાન કર્યા કે તેમને કાયદાકીય લડતનો સહારો લેવો પડ્યો છે.
આ વાત છે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારમાં આવેલી આશીયાના એપાર્ટમેન્ટની. અહીં રહેતા કેટલાક પરિવારો હાલમાં એક બિલ્ડરની દાદાગીરી સામે કાયકીય લડાઈ લડી રહ્યા છે. કારણ કે તેઓ જે સોસાયટીમાં રહેતા હતા તેને બિલ્ડરે ખરીદી લીધી છે. હવે આ સોસાયટીની જમીન પર બિલ્ડિંગ બનવાનું શરૂ પણ થઈ ગયું છે. પરંતુ આશિયાના સોસાયટીના ચાર જેટલા પરિવારોએ આક્ષેપ કર્યો છે કે, તેમને માનસિક રીતે હેરાન-પરેશાન કરીને તેમના ફ્લેટ તોડવામાં આવ્યા છે. પહેલા તેમના ઘરની પાણીની ટાંકી તોડી દેવામાં આવી, ત્યારપછી સોસાયટીના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા, જેથી કરીને ઘર ખાલી કરી દઈએ.
વધુમાં આ પીડિત પરિવારોનું કહેવું છે કે, આ મામલે તેમણે પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં તેમનું કોઈ સાંભળતું નથી અને ઘર છોડીને આ ચાર જેટલા પરિવારો ભાડાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે.
આ મામલે નીચલી કોર્ટ અને હાઇકોર્ટમાં પણ આશીયાના સોસોયટીના ચાર સભ્યો ગયા હતા. જો કે, હાઇકોર્ટમાં રજૂઆત બાદ તેમનો કેસ ફરીથી સેસન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કોર્ટ કેસ તો ચાલી રહ્યો છે પરંતુ આશીયાના એપાર્ટમેન્ટના ચાર પરિવારો મોટી મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કારણ કે, કોર્ટ કેસ દરમિયાન જ તેઓના ઘર જમીનદોસ્ત થઈ ગયા છે.
શું છે આખો મામલો?
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલી અને લગભગ 40 વર્ષ જૂની આશીયાના સોસાયટી જર્જરીત હાલાતમાં હતી અને તેનું ફરીથી સમારકામ થઈ શકે તેવી સ્થિતિ ન હતી. ત્યારે તેનું રિડેવલપમેન્ટ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ‘આર્ટ નિર્માણ લિમિટેડ’ નામના બિલ્ડર દ્વારા સોસાયટીમાં રિડેવલપમેન્ટ માટે કરાર કરવામાં આવ્યો હતો. પછી રેરામાં આપેલી માહિતી મુજબ ‘શ્રી વિષ્ણુધારા આશિયાના’ નામની સ્કિમ બનાવવાનું નક્કી થયું હતું. પરંતુ આ સોસાયટીના કેટલાક સભ્યોએ ઘરના બદલામાં ઘરની માગણી કરી હતી અને મકાન ખાલી કરવાથી ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ બિલ્ડર દ્વારા તેમને ઘર ખાલી કરવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. જો કે, સોસાયટીના સભ્ય ભાવેશભાઈ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ ઘર ખાલી ન કરતા તેઓને માનસિક રીતે હેરાન કરાયાનો આરોપ લગાવ્યો છે.
કોર્ટ કેસ દરમિયાન ઘર જમીનદોસ્ત
આશીયાના સોસાયટીના સભ્ય ભાવેશભાઈ એમ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ આર્ટ નિર્માણ લિમિટેડના બિલ્ડર પર આરોપ લગાવ્યો છે કે, તેમને છેલ્લા 2.5 વર્ષથી નક્કી કરેલું ભાડું ચૂકવાયું નથી. તેઓ જ્યારે સોસાયટીમાં રહેતા હતા ત્યારે તેમની સોસાયટીમાં ખોટી રીતે ઢોરો છોડી દેવાતા હતા અને કોર્ટ કેસ ચાલતો હોવા છતાં તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. ત્યાં જ તેમને ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
બિલ્ડરે મકાનો તોડ્યા ભાડું ના આપ્યું
વધુમાં ભાવેશભાઈ એમ શાહે આરોપ લગાવ્યો હતો કે, આ મામલે તેમને આજ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. તેઓ લગભગ 2.5 વર્ષથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે.
આ અંગે પીડિત પરિવારોનું કહેવું છે કે, અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિતમાં જાણ કરી છે કે, બિલ્ડર દ્વારા અમારી સોસાયટીની જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવ્યા છે અને બિલ્ડિંગ બાંધી દીધું છે. અમે આ મામલે પરસ્પર સહમતીથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં બિલ્ડરને રસ નથી જેથી સમાધાન ન થતા અમે કાયદાનો સહારો લીધો છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા
સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]
