કેશોદના સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી 93 વર્ષની વયે દેવલોક પામ્યા
MT Online Correspondent

મહાભારત વાલ્મીકિ રામાયણ ઉપરાંત જૈન ધર્મના શાસ્ત્રોમાં પણ ચારણોની દૈવી શક્તિઓ ધરાવનારા અને ઉચ્ચ સિદ્ધિઓને વરેલા હોવાના અનેકશઃ વર્ણનો જોવા મળે છે. કેશોદ નજીક આવેલા સોનલધામ મઢડા મંદિરમાં બિરાજમાન બનુઆઇ માતાજીએ 93 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પરંતુ આખી દુનિયામાં વસતા ચારણ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સેવકો કેશોદ તાલુકાના મઢડા ખાતેના સોનલ મંદિરએ આવી રહ્યાનું જાણવા મળ્યું છે.
આઈ માતાજી બનુઆઇના પાર્થિવદેહને આવતીકાલે સમાધી આપવામાં આવશે. સોનલ માતાજીના બહેન બનુઆઈ ઘણા સમયથી બીમાર હતા. બનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર મળતા જ ભક્તો દ્વારા સોશિયલ મીડિયામાં બનુઆઇને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે.
વર્ષોથી માંની ભક્તિ કરતા અને માત્ર સોરઠ જ નહીં ગુજરાત જ નહીં વિશ્વમાં પૂજાતા પૂ. બનુઆઇ દેવલોક પામતાં સર્વત્ર શોક છવાયો છે. બનું આઇની ઓચિંતી વિદાયથી આસ્થા ધરાવતા દેશ-વિદેશ સહિત રાજ્યભરમાં રહેતા હજારો ભક્તો અને સરવકોમાં શોક વ્યાપી ગયો છે.
જણાવી દઇએ કે, કેશોદ નજીક આવેલા મઢડા ગામમાં આઇશ્રી સોનલ માતાજીનું મંદિર આવેલું છે. આ સ્થળ ચારણ સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે અને બારેમાસ અહીં ભક્તોથી આવે છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા
સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]
