શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

કાલે મારા લગ્ન છે, તું આવજે અને મારી માંગ ભરી દેજે.. પ્રેમી આવ્યો પણ લોકોએ ઝુડી નાંખ્યો

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
કાલે મારા લગ્ન છે, તું આવજે અને મારી માંગ ભરી દેજે.. પ્રેમી આવ્યો પણ લોકોએ ઝુડી નાંખ્યો

બિહારના નાલંદાના એક ગામમાં પ્રેમી અને પ્રેમિકાનો પ્રેમ ખીલ્યો હતો. જીવવા-મરવાના શપથ લીધા હતા. વચન સાત જન્મનું હતું, પરંતુ પરિવારને તેની જાણ થઈ ગઇ. આ પછી યુવતીના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. છોકરો અત્યાર સુધી શાંત હતો, પરંતુ જે દિવસે તેની ગર્લફ્રેન્ડના લગ્ન હતા તે દિવસે તેણે કંઈક એવું કર્યું જે હવે ચર્ચાનો વિષય બની ગયું છે.

મામલો હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુર ગામનો છે. અહીં રહેતા મુકેશ કુમારની પ્રેમિકાના લગ્ન મંગળવારે હતા. લગ્નના દિવસે મુકેશ સીધો મંડપ પહોંચ્યો હતો. જ્યારે તે સ્ટેજ પર ચઢી ગયો અને યુવતીની માંગમાં સિંદૂર ભરીને માળા પહેરાવવાની વિધિ થવાની હતી. આ પછી ત્યાં હાજર લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે લડાઈમાં મુકેશનું માથું ફાટી ગયું હતું અને મોં પર સોજો આવી ગયો હતો. માર માર્યા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

છોકરીએ ફોન કર્યો હતો

મુકેશે જણાવ્યું કે, તેને ગામની એક યુવતી સાથે પ્રેમ હતો. જ્યારે યુવતીના પરિવારજનોને તેના અફેરની જાણ થઈ તો તેઓએ તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા. તેણે કહ્યું કે તે છોકરીએ જ તેને બોલાવ્યો હતો અને તેને તેના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું અને વરમાળા વખતે માંગમાં સિંદૂર ભરવાનું કહ્યું હતું. આ ઘટના બાદ છોકરાએ લગ્ન કરવાની ના પાડી દીધી છે. પોલીસ સ્ટેશન ઓફિસર દેવાનંદ શર્માએ જણાવ્યું કે યુવક હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

પહેલા મુલાકાત પછી બળાત્કાર પછી પ્રેમ, જેલમાંથી બહાર આવીને 4 કલાકમાં કર્યા લગ્ન
Bihar

પહેલા મુલાકાત પછી બળાત્કાર પછી પ્રેમ, જેલમાંથી બહાર આવીને 4 કલાકમાં કર્યા લગ્ન

બિહારના ગોપાલગંજમાંથી લગ્નનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં, જેલમાં બંધ બળાત્કારનો આરોપી ચાર કલાક માટે પેરોલ પર જેલમાંથી બહાર […]

પત્નીના પ્રેમી પાસે અનોખો બદલોઃ પત્ની યુવક સાથે ભાગી જતાં પતિએ યુવકની પત્ની સાથે કર્યા લગ્ન
Bihar

પત્નીના પ્રેમી પાસે અનોખો બદલોઃ પત્ની યુવક સાથે ભાગી જતાં પતિએ યુવકની પત્ની સાથે કર્યા લગ્ન

થોડી અજીબ લાગશે પણ આ વાત સો ટકા સાચી છે. બિહારમાં એક મહિલા તેના બાળકો અને પતિને છોડી અન્ય યુવક […]

પતિ સૂતો રહ્યો અને પત્નીએ કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ… પ્રેમ, વિશ્વાસઘાત અને બદલાની 4 ભયાનક વાતો!
Bihar

પતિ સૂતો રહ્યો અને પત્નીએ કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ… પ્રેમ, વિશ્વાસઘાત અને બદલાની 4 ભયાનક વાતો!

કોઈએ પતિ પાસેથી બદલો લેવો પડ્યો, કોઈએ પતિને મારવો પડ્યો, કોઈએ પતિના અત્યાચારથી કંટાળીને પછી બધી સ્ત્રીઓએ ખૂબ જ વિચિત્ર […]

બિહાર બીજેપીના બે ધારાસભ્યો કેમેરાની સામે ઉભા રહેવા મારમારી કરી, વીડિયો આવ્યો સામે
Bihar

બિહાર બીજેપીના બે ધારાસભ્યો કેમેરાની સામે ઉભા રહેવા મારમારી કરી, વીડિયો આવ્યો સામે

બિહાર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગૃહની બહાર કેમેરા સામે ઊભા રહેવા બદલ ભાજપના બે ધારાસભ્યો એકબીજા સાથે અથડાયા હતા. વિપક્ષના […]