સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

રામાપીરના ટેકરા ખાતે મકાનોનું કૌભાંડ! લાખોનો સોદો, ગરીબો સાથે છેતરપિંડી

M

MT Online Correspondent

4 મિનિટ વાંચો
શેર કરો:
Ramapir No tekro

અમદાવાદના રામાપીરના ટેકરા ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્લમ રિડેવલપમેન્ટ સ્કિમ હેઠળ ગરીબોને કાચા મકાનના બદલે પાકા મકાન બનાવી આપવાની યોજના ચાલી રહી છે. જોકે હવે આ યોજનામાં કૌભાંડ થયાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ તેમજ બિલ્ડર લોબીના મળતિયાઓ દ્વારા કૌભાંડ આચર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અમદાવાદના રામાપીરના ટેકરા ખાતે 7235 પાકા મકાનો બનાવવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા અને જ્યાં લોકો રહેતા હોય ત્યાં જ પાકા મકાનો બનાવી આપવા PPP યોજના અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ હવે આ મકાનોના નામે છેતરપિંડીઓ થઈ રહી હોવાનું સામે આવ્યું છે.

રામાપીર ના ટેકરા ખાતે સેક્ટર-3માં મકાન આપવાના બહાને એક ગરીબ ઘરના સાફ સફાઈ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા પરિવાર સાથે 7 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ છેતરપિંડીમાં કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી નામના એક આરોપીનું નામ સામે આવ્યું છે જે RTI એક્ટિવિસ્ટ રસિક ક્રાંતિકારીની (રસિક પરમાર)ની હત્યામાં પણ આરોપી છે.

આ વ્યક્તિઓ પર છેતરપિંડીનો આક્ષેપ

(1) કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી
(2) લાલાભાઈ ભરવાડ
(3) સકરામભાઈ ભરવાડ

AMC ના ટેન્ડરોમાં મોટી ખામી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રામાપીરમા ટેકરા ખાતે PPP ધોરણે સ્કિમ શરૂ કરવા માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. તે ટેન્ડરોમાં જ એક મોટી ખામી સામે આવી હતી. જેમ કે રામાપીરના ટેકરા ખાતે 6 સેક્ટરમાં પાડવામાં આવ્યા હતા અને આ છ સેક્ટરમાં અલગ-અલગ બિલ્ડરોના ટેન્ડરો પાસ કરવામાં આવ્યા હતા. જોકે આ ટેન્ડરોમાં એકસરખા માપ (29.66 ચો.મી) ના મકાનો બનાવવામાં માટે અલગ-અલગ ભાવથી ટેન્ડરો પાસ કરવામાં આવ્યા હતા. અહીંથી જ AMC દ્વારા ડેવલોપરને ફાયદો કરાવવાનો હેતું હોય તેવું સામે આવ્યું હતું.

રામાપીરના ટેકરા ખાતે ડેવલોપર દ્વારા લોકોના મકાન ડિમોલિશન કર્યા બાદ દર મહિને રૂ.7000 ભાડાપેટે આપવાનું નક્કી થયું હતું પરંતુ છેલ્લા 10 વર્ષમાં ગણા એવા લોકો સામે આવ્યા છે, જેઓને શરૂઆતમાં મકાનોના ભાડા ચૂકવાતા હતા પરંતુ બાદમાં મકાનનું ભાડું સમયસર ચૂકવાયું નથી ત્યાં જ 3 થી 4 મહિના વિલંબે મકાનનું ભાડુ આપવામાં આવે છે, જેના કારણે રામાપીર ટેકરાના રહિશોને વારંવાર મકાનો ખાલી કરવા પડે છે. આ મામલો નરેશ વકીલ સામે આવતા તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ અને ગાંધીનગર ખાતે અરજી કરી રજૂઆતો કરી હતી, છતા હાલમાં પણ સ્થિતિ જેવી હતી તેવી જ છે. તેમજ ફાઈલો ના આપવાના કારણે ગરીબ માણસોને આવકના દાખલા જેવા સરકારી ડોક્યૂમેન્ટમાં ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

નકલી અને બનાવટી ડોક્યૂમેન્ટનો રાફળો ફાટ્યો

આ મામલે નરેશ વકીલનું કહેવું છે કે, “રામાપીરના ટેકરા ખાતે રહેતા ના હોય તેવા ઈસમોને સ્લમ ખાતાની રહેમ નજર હેઠળ ડેવલોપરે બોગસ ડોક્યૂમેન્ટના આધારે સ્થળ પર દુકાન કે મકાન ન હોય છતા 6 થી 8 લાખ રૂપિયામાં મકાનો અને 12 થી 15 લાખ રૂપિયામાં દુકાનોના બોગસ રીતે લાભાર્થી બનાવવામાં આવ્યા છે. તેમજ રામાપીર ટેકરા ખાતે રહેતા હોય પરંતુ ગરીબ પરિસ્થિતિ ધરાવાતા હોય અને એક જ પરિવારમાં વધારે વ્યક્તિ હોય તેવા પરિવારના ડોક્યૂમેન્ટ લઈને તેના બદલામાં રૂ. 20,000 થી 25,000 આપીને અસામાજીક તત્વો દ્વારા તેઓને બોગસ રીતે લાભાર્થી બનાવી તેઓના મકાનોની ચાવી લઈ ઉંચા ભાવે બારોબાર મકાનો વેચવાનો કારસો ચાલી રહ્યો છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Fake journalist in Gujarat
Ahmedabad

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

Dumas Ramjiwadi Bungalow Raid
Gujarat

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]