Honor killing: અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમ કરનાર હિન્દુ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો
MT Online Correspondent

ગુજરાતના રાજકોટમાં હૈદરાબાદ જેવી ઘટના બની છે. થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં રસ્તા વચ્ચે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તેનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે અન્ય ધર્મની છોકરી સાથે લગ્ન કર્યા હતા. હવે આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. અહીંયા 22 વર્ષીય મિથુન ઠાકુરને માર મારવામાં આવ્યો હતો. તેનો પણ વાંક એ હતો કે તેણે 18 વર્ષની સુમૈયા કાદીવારના પ્રેમમાં હતો.
મળતી માહિતી મુજબ મૂળ બિહારનો વતની મિથુન ઠાકુર રાજકોટમાં રહેતો હતો અને સ્થાનિક કારખાનામાં કામ કરતો હતો. તે જંગલેશ્વર મેઈન રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો હતો. 18 વર્ષની સુમૈયા કાદિવાર પણ આ જ સોસાયટીમાં રહેતી હતી. બંને વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ વધ્યો અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
મોત પહેલા થઇ હતી લડાઇ
મળતી માહિતી મુજબ સોમવારે મિથુન ઠાકુરે સુમૈયાને ફોન કર્યો હતો. આ ફોન સુમૈયાના ભાઈ સાકિરે ઉપાડ્યો હતો. આ પછી બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો. થોડા સમય બાદ સાકીર અન્ય ત્રણ સાથે મિથુનના ઘરે પહોંચ્યો હતો. આ પછી બધાએ મળીને મિથુનને માર માર્યો હતો.
સુમૈયાએ પણ પોતાનું કાંડું કાપી નાખ્યું
માર માર્યા બાદ સાકીર મિથુનના ઘરની બહાર આવ્યો હતો. જ્યારે પડોશીઓએ મિથુનને બેભાન જોયો તો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં બ્રેઈન હેમરેજને કારણે તેનું મોત થયું હતું. જ્યારે સુમૈયાને આ વાતની જાણ થઈ તો તેણે પણ પોતાનું કાંડું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સુમૈયાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા
સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]
