માધુરી દીક્ષિત પતિ નેને સાથે જાહેર કર્યો રોમાન્સ, ડાંસ જોઈ પબ્લિક ખુશ થઈ ગઈ
MT Online Correspondent

નવી દિલ્હી: બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હાલમાં ડાંસ દીવાનેમાં દેખાઈ રહી છે. તે આ ડાંસ રિયલિટી શોની જજ છે. શોના અપકમિંગ એપિસોડમાં માધુરી દીક્ષિતના પતિ ડોક્ટર નેને ભાગ લેવાના છે. એક્ટ્રેસના જન્મદિવસના અવસર પર તેના પતિએ પાલતૂ કુતરા સાથે ડાંસ દીવાનેના સેટ પર તેને સરપ્રાઈઝ આપવા માટે આવ્યા હતા. શોની હોસ્ટ ભારતી સિંહે શો પર ડોક્ટર નેનેનું ગ્રાન્ડ વેલકમ કર્યું.
કલર્સ ટીવી દ્વારા રિલીઝ કરવામાં આવેલ પ્રોમોમાં ભારતી સિંહ માધુરીના પતિ શ્રી રામ નેનેની એન્ટ્રીની જાહેરાત કરે છે. જેનાથી ધક ધક ગર્લ ખૂબ જ ખુશ થઈ જાય છે. બ્રાઉન કલરના શર્ટ અને લાઈટ બ્રાઉન કલરના સૂટ પહેર શ્રી રામ નેને પોતાના પાલતૂ કુતરા સાથે કાર્મેલો સાથે સેટ પર એન્ટ્રી લે છે. ડોક્ટર નેનેએ માધુરીના સાથી જજ સુનીલ શેટ્ટીને પણ ખૂબ જ ગ્રીટ કર્યું.
ભારતી સિંહને આવી પતિની યાદ
શો પર માધુરી દીક્ષિતના પતિ નેને સંગ ફિલ્મ પરિંદાની ગીત તુમલે મિલકર પર ખૂબ જ રોમાન્ટિક ડાંસ કર્યો. આ કપલે એકબીજાના બાહોમાં હાથ નાખીને ખૂબ જ રોમાન્ટિક ડાંસ કરતા જોવા મળ્યા હતા. કપલનો આ રોમાન્સ જોઈને શોની હોસ્ટ ભારતી સિંહને પોતાના પતિ હર્ષ લિંબાચિયાની યાદ આવી ગઈ.
આપને જણાવી દઈએ કે, આ પહેલી વાર નથી, જ્યારે ડોક્ટર રામ, માધુરી સાથે તેમના ડાંસ શોના સેટ પર આવ્યા હોય. એક દાયકા પહેલા 2013માં તેમણે ઝલક દિખલા ઝા સિઝન 6માં આવ્યા હતા. આ સીઝનને માધુરી, કરણ જૌહર અને કોરિયાગ્રાફર રેમો ડિસૂઝાએ જજ કર્યું હતું. મનીષ પોલ અને કપિલ શર્માએ શો હોસ્ટ કર્યો હતો.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય
બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

અનુપમ ખેરની Reel સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ચાહકોએ ગણાવ્યા ‘ટ્રેન્ડ વિનર’
કોરોના મહામારી દરમિયાન શ્રી ફૈસુ (ઉર્ફે ફૈસુ શેખ) એ “મેરે મહેબૂબ કયામત હોગી” ગીત પર એક રીલ સેટ બનાવી, જે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]

VIDEO: રશ્મિકા મંદાનાનો ફરી બની ડીપફેકનો શિકાર, સ્ટ્રેપલેસ બિકિનીવાળો વીડિયો વાયરલ
મુંબઈઃ અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી એકવાર ડીપફેક વીડિયોનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, […]
