નવસારીનું નવલું નજરાણું, દેવધા ગામે વાચકરસિકો માટે બનાવી પ્રાકૃતિક લાયબ્રેરી
MT Online Correspondent
નવસારીઃ સાહિત્ય સમાજનું દર્પણ છે, જેને શાબ્દિક સ્વરૂપે પુસ્તકોમાં કંડારવામાં આવતું હોય છે. સાહિત્ય શિક્ષણ, આધ્યાત્મિકતા અને જીવન કવનની કેડીઓ પ્રદર્શિત કરતું પ્રત્યાયનનું માધ્યમ છે. કુદરતી સૌંદર્યની વચ્ચે પુસ્તકાલયનો અભિગમ વાંચન ભૂખ જગાડી સમાજ ઘડતરની દિશામાં અદમ્ય પગલું છે અને દક્ષિણ ગુજરાતમાં નવલું નજરાણું છે. નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામે પ્રાકૃતિક લાયબ્રેરી વાચકોનું વાંચનધામ બન્યું છે.
સાહિત્ય 64 કળાઓ સાહિત્યની સાક્ષી પૂરે છે. સૌરાષ્ટ્રની રસધાર પ્રદેશના ગુણો ગાય છે. ઉત્તર અને મધ્ય ગુજરાતનો ભવ્ય વારસો, કાઠિયાવાડનું સાહત્યિક રાચરચીલું, દક્ષિણ ગુજરાતનો હરિયાળો વારસો ગુજરાતની ભવ્યતા રજૂ કરે છે. જેમાં સાહિત્ય વાંચન વારસાને જાણવાનું માધ્યમ છે. આ સાથે વાંચન એક પ્રત્યાયનનું એક માધ્યમ છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામે બે વર્ષ પહેલાં શરૂ થયેલી પ્રાકૃતિક લાઇબ્રેરી નવસારી જિલ્લાના લોકો માટે વાંચન ગામ બની ગયું છે. રમણીય વાતાવરણ વચ્ચે અને પક્ષીઓના કલરવ વચ્ચે આંબા અને ચીકુની વાડીમાં બેસીને સાહિત્યના વિવિધ લેખો પુસ્તકો અને કથા, નવલકથાઓનું વાંચન લભ્ય બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો વાંચન માટે આવે છે અને કુદરતી વાતાવરણ વચ્ચે બેસીને મનની પ્રફુલ્લિતતાની સાથે સાહિત્યરસિકો પુસ્તકમાં રહેલો રસાસ્વાદ માણે છે.
એક તરફ આધુનિક ટેકનોલોજીનો સોશિયલ મીડિયાનો જમાનો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. એમાં પણ સોશિયલ મીડિયાએ મનુષ્ય જાતને જાણે મોબાઈલ અને સોશિયલ મીડિયા સાઈટો પર કેદ કરી લીધી છે, વ્યસની બનાવી દીધા છે. તેવા સમયે ફરીથી પુસ્તકો તરફ વાળવા અને ગ્રહણ શક્તિ વધી શકે તેવા શુભ આશયથી પ્રાકૃતિક લાઇબ્રેરીની શરૂઆત થઈ છે. જ્યાં તબલાવાદન, પેન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, એમ્પ્લોયમેન્ટ અપાવું, કારકિર્દી માર્ગદર્શન, વાચકોને મફત ચા-નાસ્તો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થાઓ કરીને કુટુંબના વડીલોના લાઇબ્રેરીના સપનાને સાકાર કરવા માટે નવા જ પ્રકારનો અભિગમ અપનાવ્યો છે. જ્યાં રાજ્યભરમાંથી તો સાહિત્ય રસિકો આવે છે પરંતુ રાજ્ય બહારના સાહિત્યરસિકો આવીને પ્રાકૃતિક આનંદ માણે છે.
બદલાતા જમાનાની આધુનિકતા માણસને ભૌતિકતા તરફ દોરી જાય છે. એમાં પણ શિક્ષણ પુસ્તકોમાં સમાયેલું છે. એને આધુનિક જમાનાએ વેબસાઈટો અને ઓડિયો ક્લિપોમાં પરિવર્તિત કરવાની કોશિશ કરી છે. પરંતુ તે પુસ્તક જેવી વાંચન ભૂખ સંતોષી શકતું નથી. વાંચન અને સાથે સ્મરણ કરવાથી યાદશક્તિ વધે છે. તેવા સમયે ફરીથી યુવાધનને પુસ્તકોના પ્રેમના તાંતણે બાંધવા અને આધુનિક જમાનાની બદીઓથી દૂર કરવા નમ્ર પ્રયાસ કર્યો છે. જે સૌ કોઈએ એક મુલાકાત લેવા જેવી પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય ધરાવતું સ્થળ છે
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા
સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]
