સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

ધારણોજ ગામના RTI એક્ટિવિસ્ટની ઓળખ છતી થતા મળી ધમકી, તલાટીની ભૂમિકા શંકાસ્પદ

M

MT Online Correspondent

3 મિનિટ વાંચો
શેર કરો:
Dharnoj Gam RTI Activist

થરાદ જિલ્લામાં થોડા સમય પહેલા અમદાવાદના એક RTI એક્ટિવિસ્ટ રસિક ક્રાંતિકારીની હત્યા કરીને થરાદ કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી. આરટીઆઇ એકતા મંચનાં સભ્ય પંક્તિબેન જોગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગેરરીતિને ઉજાગર કરનારા અનેક RTI એક્ટિવિસ્ટની હત્યા કરી દેવામાં આવી છે. આ ખોટું થયું છે. દેશમાં 80થી વધુ આરટીઆઇ કાર્યકરની હત્યા થઈ છે અને ગુજરાતમાં 19 કાર્યકરની હત્યા થઈ ચૂકી છે. ત્યારે પાટણના ધારણોજ ગામે વધુ એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ધમકી મળ્યાની ઓડિયો ક્લિપ સામે આવી છે.

પાટણ જિલ્લાના ધારણોજ ગામે વારંવાર સરકારી જમીન અને ગૌચરની જમીન પર આવેલા લીલાછમ, ઘટાદાર વૃક્ષોનું ગેરકાયદેસર નિકંદર કાઢવામાં આવી રહ્યું છે, આ મામલે ભૂતકાળમાં તાલુકા ગોલાપુર પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆતો કરાઈ છે પરંતુ પોલીસ કર્મચારીઓ દ્વારા કોઈ પગલા ના લેવાતા હાલમાં પણ વૃક્ષોનું બેફામ નિકંદન થઈ રહ્યું છે. ત્યાં જ આ મામલે જે વ્યક્તિ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી તેને પણ ધમકીઓ મળી રહી છે. તાલુકા ગોલાપુર પોલીસ સ્ટેશનના અધિકારી પણ આરટીઆઈ એક્ટિવિસ્ટને ધમકી આપનારને છાવરી રહી હોવાનું પીડિત દ્વારા આક્ષેપ કરાયો છે. ત્યાં જ પીડિતને જ વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ શહેરથી 15 કિલોમીટર દૂર આવેલા ધારણોજ ગામમાં સરકારી પડતર, સરકાર દ્વારા ગામને મળેલી ગ્રાન્ટના હિસાબ અને સીમાળા પર આવેલી જમીન પર ગેરકાયસર કબ્જાને લઈ ગામના RTI એક્ટિવિસ્ટે અવાજ ઉઠાવ્યો હતો અને આ તમામ ગોરખધંધાની જાણકારી મેળવવા માટે તેઓએ RTI મારફતે માહિતી માંગી હતી, પરંતુ હવે આ RTI એક્ટિવિસ્ટની ઓળખ છતી થઈ જતા તેઓને ધમકીઓ મળી રહી છે તેમજ તેઓની સાથે ગામના કેટલાક અસામાજીક તત્વો તેઓને હેરાન પરેશાન કરીવા રહ્યા છે.

ગામના તલાટીની ભૂમિકા પણ શંકાસ્પદ

પ્રાપ્ત જાણકારી અનુસાર, ધારણોજ ગામમાં ભૂતપૂર્વ સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા ગૌચરની જમીન અને સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો છે. આ અંગે ગ્રામજનો દ્વારા ગણી વખત તલાટીને રજૂઆતો કરવામાં આવી હોવા છતા તલાટી દ્વારા કોઈ પગલા લેવાયા નથી. ગ્રામજનોનું કહેવું છે કે, તલાટી સાહેબને આ અંગે જાણકારી આપવામાં આવી હતી પરંતુ તેઓ ભૂતપૂર્વ સરપંચ કે તેમના મળતિયાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યા નથી. આ મામલે તેઓની ભૂમિકા શંકાના દાયરામાં આવી રહી છે.

ગામના અસામાજીત તત્વની ઓડિયો ક્લિપ મારી નાંખવાની ધમકી અપાઈ

RTI એક્ટિવિસ્ટ દ્વારા ગામને મળેલી ગ્રાન્ટ અને સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરનારા લોકો વિરૂદ્ધ વારંવાર રજૂઆતો કરતા તેઓને ધમકી આપવામાં આવી હતી. જેની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં ગામનો એક વ્યક્તિ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે, અને ધમકી આપતો સંભળાય છે કે,” મારે 20 વરસની જેલ થાય તો ભલે, પરંતુ તેને (RTI એક્ટિવિસ્ટ)ને અને તેની સાથે કામ કરનારાને છોડવો નથી”. ત્યાં જ આ દરમિયાન વીડિયો ઉતારનાર વ્યક્તિને પણ પાડી દેવાની વાત કરતા સાંભળવા મળી રહ્યો છે.

AD
ટૅગ્સ:#ગુજરાત
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Fake journalist in Gujarat
Ahmedabad

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

Ahmedabad Murder Case, Ahmedabad Crime Branch
Ahmedabad

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

Dumas Ramjiwadi Bungalow Raid
Gujarat

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા

સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]