ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે ગુજરાત પણ ઠૂંઠવાશે, જાણો ક્યારે પડશે ઠંડી?
MT Online Correspondent

ગુજરાતમાં પહેલા વરસાદની આગાહી બાદ હવે કાતિલ ઠંડી પાડવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે દિલ્હી સહિત આઠ રાજ્યોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે, જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન તથા જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કાતિલ ઠંડી પડશે. જેના કારણે ગુજરાતમાં પણ કાતિલ ઠંડી પડશે.
ઉત્તર ભારતના રાજ્યો તરફથી વાતા સૂસવાટા ભર્યા ઠંડા પવનોના પગલે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશોમાં શીત લહેર ફરી વળશે. જો કે હવામાન ખાતાએ એવી આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસમાં ઠંડીનો કોપશાંત થઇ જશે પરંતુ એ પછી વરસાદ પડે એવી સંભાવના વધી ગઇ છે.
હવામાન ખાતાએ કહ્યું હતું કે હિમાલયના પશ્ચિમના ભાગોમાં હળવા વરસાદની સાથે બરફવર્ષા થવાથી તાપમાનમાં ઘણો મોટો ઘટાડો થઇ શકે છે. ઉત્તર ભારતના ઘણા સ્થળોએ વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ અમદાવાદમાં 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિ પાકની ઋતુમાં વરસાદની આગાહીથી જગતના તાતને ફરી એક વાર પાકને થવાની ભીતિ સતાવી રહી છે.
ગુજરાતના ગાંધીનગરમાં 6.4 ડિગ્રી, ડીસામાં 6.6 ડિગ્રી, અમદાવાદમાં 8.1, સુરેન્દ્રનગરમાં 8.5, વલસાડમાં 9.1 ડિગ્રી, વડોદરામાં 9.4 ડિગ્રી અને આણંદમાં 10 ડિગ્રી ઠંડી રહી હતી. ઠંડીને કારણે ગુજરાતના અનેક સ્થળો પર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા
સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]
