કોલ્ડ વેવ: ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં વધી શકે છે ઠંડી
MT Online Correspondent

ગુજરાતમાં હજુ વધુ ઠંડી પાડવાની અને કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડી વધવાનું કારણ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ છે.
પહાડો પર ભારે બરફવર્ષાને પગલે અને ત્યાંથી પવનો ફૂંકાવાને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી રણ વિસ્તારમાં હાડ થીજવી નાખે એવી કાતિલ ઠંડી પડશે.
આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. રાજ્યમાં લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ઘટ્તા ઠંડીનું પ્રમાણ વધશે તેવું પણ હવામાન વિભાગે ઉમેર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડી વધશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 5-6 જાન્યુઆરીના રોજ પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, સાથે જ ઘણા વિસ્તારોમાં વરસાદના ઝાપટા પણ થયા હતા. વરસાદને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં શિયાળામાં પણ ચોમાસાનો અનુભવ થયો હતો. વરસાદને કારણે વધુ ઠંડી પડી હતી.
શિયાળામાં પણ વરસાદ પડવાને કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે, ઉભા પાકને નુકસાન થાય છે. ત્યારે ફરી એકવાર રાજયમાં વરસાદને કારણે ખેડૂતો પર માઠી દશા બેઠી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે હવે ફરી વરસાદ અને ઠંડી એક સાથે સહન કરવા પ્રજાએ તૈયાર રહેવું પડશે.
ભર શિયાળે વરસાદ પડવાને કારણે હવે લોકોએ ગરમ કપડાની સાથે ચાતરી કે રેઇનકોટ પણ સાથે રાખવાની ફરજ પડી છે. આ વરસે શિયાળામાં માવઠું પડવાનો ક્રમ વધી ગયો છે, આના પરથી હવામાનમાં થતા મોટા ફેરફારો સ્પષ્ટ દેખાય છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ગળામાં નકલી પ્રેસ આઈડી અને હાથમાં માઈક, અમદાવાદમાં ખંડણીખોર નકલી પત્રકારોથી પોલીસ પણ ત્રાહીમામ
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પત્રકારોનો ત્રાસ સતત વધી રહ્યો છે. વિકલી પેપર, શંકાસ્પદ ન્યૂઝ પોર્ટલ કે સોશિયલ મીડિયા પેજના નામે ઓળખ આપતા આ...

હત્યા માટે આજીવન કેદ; જામીન પર છૂટ્યા પછી અમદાવાદમાં બીજી હત્યા કરી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા અને વચગાળાના જામીન પર છૂટીને ફરી હત્યાનો ગુનો આચરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો...

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

સુરતના ડુમસમાં પ્રાઇવેટ બંગલામાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 8 યુવતીઓ સહિત 22 ઝડપાયા
સુરતના પોશ વિસ્તાર ગણાતા ડુમસના રામજીવાડી ખાતે આવેલા એક પ્રાઇવેટ બંગલામાં જન્મદિવસની પાર્ટીના નામે ગેરકાયદેસર રીતે ચાલતી દારૂની મહેફિલ પર […]
