યુટ્યુબનો ઉપયોગ ફક્ત પિક્ચર કે સોંગ માટે નહીં, આ રીતે મહિને કરી શકશો હજારોની આવક

આ રીતે યુટ્યુબ દ્વારા કમાઈ શકો છો હજારો

જો તમને Youtube પર વીડિયો જોવાનું ખૂબ ગમતું હોય તો ફક્ત સોંગ કે પિક્ચરના વીડિયો જોવા કરતા આ વીડિયો જોશો તો શોખ પણ પૂરો થશે અને હજારોમાં આવક પણ થશે. આ કામ કરવા માટે તમારી પાસે માત્ર બે વસ્તુ હોવી જરૂરી છે. એક ઇન્ટરનેટ કનેક્શન અને બીજું વીડિયો જોવા માટે થોડોક સમય જે મોટેભાગે તમે કાઢી જ લો છો..

પણ કમાણી કરવા માટે થોડા સ્માર્ટ બનવું પડશે

યુટ્યુબથી કમાણી કરવા માટે પહેલા થોડી તૈયારી કરી લેવી પડશે. સૌથી પહેલા તો ઓનલાઇન વીડિયો અને સર્વે આપતી આ થોડી વેબસાઇટ ચેક કરી લો અને તેમાંથી તમારી સુવિધા અનુસાર એક અથવા બે સાઇટનું સિલેક્શન કરી તેના પર ફોકસ કરો. આમ કરવાથી આ વેબસાઇટ પર તમે વધુ સમય ગાળશો અને અંતે તમારી આવકમાં પણ વધારો થસે. સામાન્ય રીતે ઓનલાઇન સાઇટ્સ સેકન્ડ્સ, મિનિટ અને કલાકના હિસાબે પેમેન્ટ કરે છે. ત્યારે તમે જેટલો વધુ સમય વીડિયો જોવામાં પસાર કરશો તેટલો વધુ ફાયદો થશે.

જોકે આ પાર્ટ ટાઇમ કામ છે તેનાથી તુરંત કમાણી નથી થતી. શરુઆતમાં થોડા મહિના તમને આ સમગ્ર પ્રોસેસ સમજવામાં જ લાગી જશે. પરંતુ જો તમે પાર્ટટાઇમ થોડી સારી આવક કરવા માગતા હોવ તો રોજના કેટલાક કલાક નિશ્ચિતરુપે આ સાઇટ પર ગાળવા જોઈએ. જો ધૈર્ય સાથે કામ કરશો તો વર્ષે સારી એવી રકમ મેળવી શકશો.

પહેલી સાઇટ: પેડ2યૂટ્યૂબ

આ વેબસાઇટ પ્રતિ કલાકના 200 રૂપિયા તેના યુઝર્સને આપે છે. આ સાઇટ પર તમારે 30 સેકન્ડનો યૂટ્યૂબ વીડિયો જોવાનો રહેશે અને તેના પર કોમેન્ટ કરવાના પૈસા મળે છે. કમાણી વધારવા માટે તમે યૂટ્યૂબ ચેનલને સબક્રાઇબ તેમજ મિત્રોને રિફર કરી શકો છો. તેનાથી તમને 200 રૂપિયા પ્રતિ કલાકની કમાણી કરી શકો છો. તમે ઇચ્છો તો આ કામ એકવારમાં કરી શકો છો અથવા તો પછી અલગ-અલગ સમયે આ કામ પૂરુ કરો. વેબસાઇટના એકાઉન્ટમાં 670 રૂપિયાની રકમ જમા થયાના સાત દિવસ બાદ પેપલ એકાઉન્ટથી તમને પેમેન્ટ કરી દે છે.

બીજી સાઇટઃ સ્વેગબક્સ

આ વેબસાઇટ પ્રતિ કલાકના 250 રૂપિયા ચૂકવે છે. સ્વેગબક્સમાં વીડિયો જોવા ઉપરાંત સર્વે થકી પણ પૈસા કમાઇ શકો છો. દરેક ક્લિક અને વીડિયો જોવા માટે સ્વેગબક્સ એક SBથી લઇને 30 SB સુધીના પોઇન્ટ્સ આપે છે. 500 SB જમા થયા બાદ તમે 250 રૂપિયાનું ફ્લિપકાર્ટ અને અમેઝોનનું ગિફ્ટ કાર્ડ મેળવી શકો છો અને તમારી પસંદગીની વસ્તુ ખરીદી શકો છો. જેટલા વધારે SB પોઇન્ટ હશે, ગિફ્ટ કાર્ડ પણ એટલી જ વધારે રકમનું હશે.

ત્રીજી સાઇટ : ટૂ-ક્યૂબેજ

આ વેબસાઈટ પ્રતિ કલાકના 67 રૂપિયા આપે છે. એડ્વર્ટાઇઝિંગ એજન્સીની આ સાઇટ તમને પ્રતિ ક્લિક પ્રમાણે 0.005 સેન્ટ(US ડોલર) ચૂકવે છે. તેવામાં જો તમે એક દિવસમાં વીડિયો, જાહેરાત અને વેબસાઇટ પેજ પર 200 ક્લિક પણ કરો છો તો તમે 67 રૂપિયા પ્રતિ કલાક કમાઇ શકો છો. અહીં તમે રેફરન્સ આપીને અને સાઇટ પર દેખાતી કોઇપણ વેબસાઇટ પર ખરીદી કરીને તમારી કમાણીને વધારી શકો છો.

ચોથી સાઇટ : સક્સેસબક્સ

સક્સેસબક્સ પણ તમને પ્રતિ કલાક 67 રૂપિયા આપે છે. સક્સેસબક્સ પર તમને માત્ર વીડિયો જોવા માટે પૈસા નથી મળતા, પરંતુ સાઇન અપ અને માત્ર ક્લિક કરવા માટે પણ પૈસા મળે છે. એડ એજન્સીની આ સાઇટ દરેક ક્લિક માટે 0.1 સેન્ટથી એક ડોલર સુધીની કમાણી કરવાની તક આપે છે. સાઇટ અંગે સૌથી સારી વાત એ છે કે અહીં તમારા એકાઉન્ટમાં ઓછામાં ઓછા 67 રૂપિયા જમા થતાં જ, પેપલના એકઉન્ટમાં મોકલી આપે છે. જેને તમે ઇચ્છો તો ઉપાડી શકો છો.

સ્લાઇડ જોય એપ

આ કોઈ વેબસાઇટ નહીં પણ એક સ્માર્ટફોન એપ છે. જે તમને પ્રતિકલાકના 33 રૂપિયા જેટલી કમાણી આપી શકે છે. આ એપને તમારા સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ તમે કંઇ નહીં કરો તો પણ પૈસા કમાશો. આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર તમારા સ્માર્ટફોની સ્ક્રીનનો ઉપયોગ કરે છે. એટલે કે જ્યારે પણ તમારા ફોનની સ્ક્રીન લોક હશે, ત્યારે તેના પર એડ ચાલતી રહેશે અને અનલોક કરવા માટે સ્વાઇપ કરતા જ એ પૈસા તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top