આફ્રિદીએ ફરી ભારત વિશે આપ્યું નિવેદન, બાબર વિશે કહી આવી વાત
MT Online Correspondent

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ભારત વિરૂદ્ધ બયાનબાજી કરી છે. આ વખતે તેણે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પર નિવેદન આપ્યું છે. આ દરમિયાન આફ્રિદીએ પોતાની ઘમંડી શૈલીમાં ભારતની મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. વાસ્તવમાં, આફ્રિદીના મતે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પણ તણાવ ચાલી રહ્યો છે તેના માટે મોદી સરકાર જવાબદાર છે. તેમણે કહ્યું કે મોદી સરકાર આવ્યા બાદ જ ભારત-પાકિસ્તાનના સંબંધો બગડ્યા છે.
આફ્રિદીએ એક સ્થાનિક ન્યૂઝ ચેનલ પર કહ્યું કે, ‘ક્રિકેટ એકમાત્ર એવું માધ્યમ છે જેણે બંને દેશોને એકસાથે લાવ્યા છે. બાબર આઝમે દુનિયાને સકારાત્મક સંદેશ આપ્યો છે. મને લાગે છે કે વિરાટ કોહલીએ પણ બાબરને જવાબ આપ્યો હશે, કારણ કે તે મોટી વાત હશે. વાસ્તવમાં બાબર આઝમે ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કોહલીનું સમર્થન કર્યું છે અને આફ્રિદીએ આ માટે બાબરના વખાણ કર્યા છે. તાજેતરમાં બાબરે સોશિયલ મીડિયા પર કોહલી સાથેની એક તસવીર શેર કરી હતી. ફોટોમાં કોહલી પોતાના ખભા પર હાથ મૂકતો જોવા મળે છે. આ પોસ્ટ સાથે પાકિસ્તાની કેપ્ટને કેપ્શનમાં લખ્યું- આ (ખરાબ તબક્કો) પણ પસાર થશે. મજબુત રહો
તે જ સમયે, ક્રિકેટ પછી રાજકારણમાં જવાનો પ્રયાસ કરી રહેલા આફ્રિદીએ ફરી એકવાર ક્રિકેટની આડમાં ભારતની નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે. આફ્રિદીએ કહ્યું કે, ‘મને લાગે છે કે મોદી સરકાર આવ્યા બાદ બંને દેશો વચ્ચે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. જ્યારે પહેલા આવું નહોતું. ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય હતા. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012માં રમાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. ત્યારપછી બંને ટીમો વચ્ચે કોઈ શ્રેણી રમાઈ નથી. બંને ટીમ હંમેશા ICC ટૂર્નામેન્ટમાં જ ટકરાતી જોવા મળે છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]
