આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો
MT Online Correspondent

VIRAL VIDEO: દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જો પેતાના અનોખા અંદાજના કારણે રાતોરાત ફેમસ અથવા વાયરલ થઈ જતાં હોય છે. તે પછી બિગ બોસ ઓટીટીમાં દેખાઈ રહેલી દિલ્હીની વડાપાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિત ગેરા હોય કે પછી અજીબ અંદાજમાં ચા વેચતો ડોલી. તેણે પોતાના અનોખા ટેલેન્ટના કારણે ધીમે ધીમે આગવી ઓળખ ઊભી કરી છે. અમુક લોકોને ટ્રોલ થવાનો વારો પણ આવતો હોય છે. આવી જ એક મહિલા સાથે આજે અમે આપને મળાવા જઈ રહ્યા છીએ. જેના એક ડાંસિગ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 22 કરોડથી પણ વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. આ મહિલાનું નામ ગ્રેસી બોન છે, જે પનામા સિટીની રહેવાસી છે. ગ્રેસી આ વીડિયોમાં સાલસા કરતી દેખાઈ રહી છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગ્રેસી બોન પોતાના ડાંસિગ પાર્ટનરનો હાથ પકડેલો છે. તે પગને આગળ-પાછળ કરતી દેખાઈ રહી છે. પછી આંગળી પકડીને ગોળ ચક્કર લગાવે છે. આ વીડિયોમાં આમ તો કંઈ ખાસ નથી, પણ ગ્રેસીના ચહેરાની સ્માઈલ જબરદસ્ત છે. ગ્રેસીની સ્માઈલને જોઈને તમે તેની એનર્જીનો અનુભવ કરી શકશો. અત્યાર સુધીમાં તેના આ વીડિયોને 223 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે જ્યારે આ વીડિયોને 27 લાખથી વધારે વખત શેર થઈ ચુક્યો છે. તો વળી 1 લાખ 8 હજારથી વધારે તેમાં કમેન્ટ્સ પણ આવી ચુકી છે. મોટા ભાગના લોકો ગ્રેસીના આ વીડિયો પર ગંદી કમેન્ટસ કરી રહ્યા છે. પણ તેઓ ગ્રેસીના મોટાપા પાછળનું કારણ નથી જાણતા.
View this post on Instagram
હકીકતમાં જોઈએ તો, ગ્રેસી બોનના મોટાપા પાછળ એક દુર્લભ બીમારી છે, જેને લિપેડેમાના નામથી ઓળખવામાં આવે છે. વ્યવસાયે ગ્રેસી બોન એક પ્લસ સાઈઝ મોડલ છે. પણ બીમારીના કારણે તેની કમરની ઉપરનો ભાગ પાતળો છે. પણ કમર નીચેનો ભાગ મોટો થઈ ગ યો છે. આ બીમારીમાં જાંઘની આસપાસ ખૂબ જ ફેટ વધી જાય છે. જેનાથી કમરની નીચેનો ભાગ મોટો દેખાય છે. જો કે, મોટાપાના કારણે લોકો તેને હંમેશા ટ્રોલ કરતા હોય છે. એટલું જ નહીં અમુક લોકો મોટાપાના કારણે તેની મજાક પણ ઉડાવતા હોય છે. પણ આપને જણાવી દઈએ કે, ગ્રેસીએ પ્લાસ્ટિક સર્જરીની વાતને હંમેશા ફગાવી દીધી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

કરોડપતિ પતિએ પત્નીના બર્થ ડે પર 60 લાખની ગિફ્ટ આપી, દુનિયા આખી જોતી રહી
પત્નીના જન્મદિવસ પર પતિની જવાબદારી બેવડી થઈ જાય છે. પહેલી તો એ કે આ દિવસને ખાસ બનાવવો અને બીજો કે […]

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…
ગુજરાતનું પેરિસ એટલે સૌરાષ્ટ્રનું જામનગર શહેર આજે આપણે આ શહેરના મધ્યમાં આવેલ લાખોટા તળાવ અને તેની વચ્ચે આવેલ લાખોટા મહેલમાં […]

આ યુવતીને વાળ કપાવવા પર મળી રહી છે કરોડોની ઓફર
ડિઝનીની રાજકુમારી જાસ્મીન લાર્સને ૨૦૧૭ માં તેના વાળ વધારવાનું શરુ કર્યું હતું. હવે તેના આકર્ષક લાલ લાલ વાળ ૪ ફૂટ […]

સુરત ના આ દાદા પાસે છે આલીશાન ગાડીઓનો ખજાનો,ગેરેજ માં પડી છે 168 ગાડીઓ,જોવો તસવીરો..
આ દુનિયામાં દરેક વ્યક્તિ તેની આંખોમાં તે સપનું લઈને બેઠો છે અને તે આ સપનું પૂરું કરવાનો પ્રયાસ પણ કરી […]
