આ યુવતીને વાળ કપાવવા પર મળી રહી છે કરોડોની ઓફર
MT Online Correspondent

ડિઝનીની રાજકુમારી જાસ્મીન લાર્સને ૨૦૧૭ માં તેના વાળ વધારવાનું શરુ કર્યું હતું. હવે તેના આકર્ષક લાલ લાલ વાળ ૪ ફૂટ ૭ ઇંચ લાંબા છે અને તેના ઘૂંટણ સુધી પહોંચે છે. તેનો દાવો છે કે, લોકો તેના વાળના દીવાના છે અને તેને લગ્ન માટે પ્રપોઝલ આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૨૨ વર્ષની જાસ્મીનનું કહેવું છે કે, તેને ૧૦૦ થી વધારે પુરુષોએ મેરેજ માટે પ્રપોઝલ મોકલ્યા છે. તેનું કહેવું છે કે, તેના વાળ કપાવવા માટે £250,000 2.6 કરોડ રૂપિયાની ઓફર મળી છે. તેણે કહ્યું મને માફ કરજો, હું મારા વાળ કાપીશ નહી, આ મારા વાળ છે અને તે અમૂલ્ય છે.
બ્રિસ્ટલની રહેવાસી જાસ્મીને જ્યારે સોશિયલ મીડિયા પર તેના વાળના ફોટા શેર કરવાનું શરુ કર્યું તો તેને અંદાજ હતો નહિ કે તેના વાળ દુનિયાના કેટલાક સૌથી ધનિક લોકોને આકર્ષિત કરશે. જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના 10,000 ફોલોઅર્સ થયા તો બ્રાન્ડ્સ તરફથી તેના સહયોગની ઓફર મોકલવાનું શરૂ કર્યું. જાસ્મિનની જોડે તેના વાળને લઈને અલગ-અલગ પ્રકારની રીક્વેસ્ટ આવવા લાગી હતી. જેમાં ઘણી રીક્વેસ્ટ તો વધારે વિચિત્ર હતી. એક વ્યક્તિ ઈચ્છતો હતો કે, હું મારા વાળ કાપી લઉ અને પછી તેને મોકલી દઉ. તેના માટે તે £250,000 (2.6 કરોડ રૂપિયા) મને આપતો હતો. તેની સાથે એવા પુરુષોની પણ લાઈન લાગી ગઈ જેઓ તેની સાથે મેરેજ કરવા માંગતા હતા.
સોશિયલ મીડિયા પર સ્ટારનો દરજ્જો મેળવનારી જાસ્મીન હવે તેની જૂની નોકરીથી અલગ કામ કરી રહી છે. જાસ્મીને જણાવ્યું કે, ‘હું એક વૈજ્ઞાનિક પબ્લિશિંગ કંપનીમાં પ્રોડક્શન એડિટર તરીકે કામ કરતી હતી. હું કાગળોનું પ્રૂફરીડિંગ કરતી હતી. આ એક ઓફિસ વર્ક હતું અને તે ખરેખર કંટાળાજનક લાગતું હતું. ‘હું ખરેખર ખુશ છું કે હવે હું જે કરી રહી છું તે સર્જનાત્મક છે.’ જાસ્મીને પોતાની કંપની લાર્સ હેરકેર ચલાવે છે. તેણે પોતાના વાળ જમીન સુધી પહોંચે ત્યાં સુધી વાળ વધારવાની યોજના બનાવી છે અને પછી તેને કાપી નાખવા માંગે છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

કરોડપતિ પતિએ પત્નીના બર્થ ડે પર 60 લાખની ગિફ્ટ આપી, દુનિયા આખી જોતી રહી
પત્નીના જન્મદિવસ પર પતિની જવાબદારી બેવડી થઈ જાય છે. પહેલી તો એ કે આ દિવસને ખાસ બનાવવો અને બીજો કે […]

આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો
VIRAL VIDEO: દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જો પેતાના અનોખા અંદાજના કારણે રાતોરાત ફેમસ અથવા વાયરલ થઈ જતાં હોય છે. […]

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…
ગુજરાતનું પેરિસ એટલે સૌરાષ્ટ્રનું જામનગર શહેર આજે આપણે આ શહેરના મધ્યમાં આવેલ લાખોટા તળાવ અને તેની વચ્ચે આવેલ લાખોટા મહેલમાં […]

સુરત ના આ દાદા પાસે છે આલીશાન ગાડીઓનો ખજાનો,ગેરેજ માં પડી છે 168 ગાડીઓ,જોવો તસવીરો..
આ દુનિયામાં દરેક વ્યક્તિ તેની આંખોમાં તે સપનું લઈને બેઠો છે અને તે આ સપનું પૂરું કરવાનો પ્રયાસ પણ કરી […]
