શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

રશિયા સાથેની લડાઈમાં યુક્રેનને વધુ મજબૂત કરશે અમેરિકા, આપશે લડવા માટે આટલા હથિયારો

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
રશિયા સાથેની લડાઈમાં યુક્રેનને વધુ મજબૂત કરશે અમેરિકા, આપશે લડવા માટે આટલા હથિયારો

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનને 800 મિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, અમેરિકા યુક્રેનને 800 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, 9000 એન્ટી આર્મર સિસ્ટમ, 7000 નાના હથિયારો, 20 મિલિયન રાઉન્ડ, માનવરહિત એરિયલ સિસ્ટમ આપશે. સંરક્ષણ વિભાગ યુક્રેનિયન સૈન્યને સાધનો આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનને વધારાની સહાય પૂરી પાડવા માટે સહયોગીઓ અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

યુએસ પ્રમુખ જો બિડેનની જાહેરાત પહેલા, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુએસ સંસદને સંબોધિત કરી અને વધુ મદદ માટે અપીલ કરી હતી.

નો-ફ્લાય ઝોન જાહેર કરવાનો આગ્રહ રાખવાને બદલે, ઝેલેન્સકીએ રશિયન આક્રમણને રોકવા માટે લશ્કરી મદદ માંગી. નોંધનીય છે કે વ્હાઇટ હાઉસે નો-ફ્લાય ઝોન જાહેર કરવાની ઝેલેન્સકીની વિનંતીને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

ઝેલેન્સકીએ અમેરિકન સંસદને સંબોધિત કરવા દરમિયાન પર્લ હાર્બર અને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને 21 દિવસ થઈ ગયા છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો યુક્રેન છોડી ચૂક્યા છે. યુએનના માનવાધિકાર એકમે કહ્યું કે યુદ્ધમાં 691 નાગરિકોના મોત થયા છે અને 1,143 ઘાયલ થયા છે. જાનહાનિ આનાથી પણ વધુ હોઈ શકે છે.

 

ટૅગ્સ:#US President
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
International

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા

તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
Editorial

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
International

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
International

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]