કોરોનાના નવા વેરિઅન્ટને લઇ WHOના વૈજ્ઞાનિકની ચેતવણી, આવી શકે છે સૌથી વધુ ખરાબ સમય
MT Online Correspondent

સોશિયલ મીડિયામાં ચર્ચા દરમિયાન WHO વૈજ્ઞાનિક મારિયા વાન કેરખોવે કહ્યું કે, આખી દુનિયામાં કોવિડ કેસમાં રેકોર્ડ વધારો થયો છે. જોકે તેમણે કહ્યું કે ઓમિક્રોન કોવિડના અગાઉના પ્રકારો જેટલો જોખમી નથી. પરંતુ તેમણે ચેતવણી પણ આપી હતી કે કોવિડનો આગામી પ્રકાર આના કરતા વધુ ખતરનાક હોઈ શકે છે. ગત અઠવાડિયે વિશ્વમાં કોરોનાના 21 મિલિયન કેસ નોંધાયા હતા. જે એ વાતના સંકેત આપે છે કે કોવિડ-19 ની ત્રીજી લહેર કેટલી ઝડપી છે.
વિશ્વભરના રિસર્ચર્સનું માનવું છે કે ઓમિક્રોન વેરિએન્ટ કોવિડનો અંતિમ પ્રકાર નથી. WHOના વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ-19નો બીજો પ્રકાર જે ઓમિક્રોન કરતાં પણ વધુ ઝડપી ફેલાશે, તે ટૂંક સમયમાં જ દુનિયામાં જોવા મળી શકે છે.
મારિયાએ કહ્યું કે અત્યારે આખી દુનિયા સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોવિડનો આગામી પ્રકાર કેવી રીતે પ્રતિક્રિયા આપશે અને શું તે વધુ ઘાતક હશે કે ઓછો. તેમણે કહ્યું કે લોકોએ એવા ભ્રમમાં ન રહેવું જોઈએ કે સમયની સાથે કોરોનાના પ્રકારો નબળા પડી જશે અને ઓછા લોકો બીમાર પડશે. તેમણે કહ્યું કે અમે આગામી વેરિએન્ટ ઓછો ખતરનાક હોવાની અપેક્ષા રાખી શકીએ પરંતુ તેની ખાતરી આપી શકતા નથી. WHOના વૈજ્ઞાનિકે કહ્યું કે જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવુ જોઈએ. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આગામી સંસ્કરણમાં પોતાને રસીથી બચાવવાની ક્ષમતા પણ હશે અને તે ઓમિક્રોન કરતાં વધુ ઝડપે ફેલાઇ શકે છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]
