શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો છે હકીકત: યુક્રેનને શસ્ત્રો આપવા પર રશિયાની ચેતવણી

M

MT Online Correspondent

•3 મિનિટ વાંચો
શેર કરો:
ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો છે હકીકત: યુક્રેનને શસ્ત્રો આપવા પર રશિયાની ચેતવણી

રશિયાએ ચેતવણી આપી છે કે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો “વાસ્તવિક” છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનને વધુ હથિયારો મોકલવાના મુદ્દે મંગળવારે યોજાનારી અમેરિકા અને સહયોગીઓની બેઠક પહેલા રશિયાએ આ ચેતવણી આપી છે. રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાને કારણે પશ્ચિમી દેશો યુક્રેનને હથિયારો મોકલી રહ્યા છે જેથી યુક્રેન રશિયન સેનાની સામે ટકી શકે. પરંતુ પશ્ચિમી શક્તિઓ આ બાબતમાં વધુ ઘૂસવા માંગતી નથી કારણ કે તે પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે સંઘર્ષનું જોખમ વધારશે.

રશિયાની ન્યૂઝ એજન્સી દ્વારા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો વાસ્તવિક છે અને તે ગંભીર છે. આ સાથે જ તેમણે શાંતિ મંત્રણા પ્રત્યે યુક્રેનના વલણની પણ ટીકા કરી હતી. લવરોવે કહ્યું, “ખતરો વાસ્તવિક છે, તમે તેને ઓછો આંકી શકો નહીં.”

કેટલાક મહિનાઓથી, રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી યુક્રેનના પશ્ચિમી સાથી દેશો પાસેથી દારૂગોળો અને ફાઇટર જેટ સહિતના ભારે શસ્ત્રોની માંગ કરી રહ્યા છે. તેમણે આગ્રહ કર્યો છે કે જો તેમની પાસે વધુ શસ્ત્રો હોય તો તેમની સેના યુદ્ધનું વલણ બદલી શકે છે.

યુક્રેનની માંગની હવે અસર જોવા મળી રહી છે, ઘણા નાટો દેશો રશિયાના વિરોધ છતાં યુક્રેનને ભારે શસ્ત્રો અને સાધનો પૂરા પાડે છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઑસ્ટિન અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન સપ્તાહના અંતે કિવની મહત્ત્વપૂર્ણ મુલાકાતમાં ઝેલેન્સકીને મળ્યા અને યુક્રેનને $700 મિલિયનની નવી સહાયની જાહેરાત કરી.

ઑસ્ટિને યૂક્રેનના નેતાઓને મળ્યા બાદ પત્રકારોને કહ્યું, “જીતવાનું પહેલું પગલું એ છે કે તમે વિશ્વાસ રાખો કે તમે જીતી શકો છો. અમે માનીએ છીએ કે અમે જીતી શકીએ છીએ… તેઓ જીતી શકે છે… જો તેમની પાસે યોગ્ય શસ્ત્રો અને યોગ્ય મદદ હોય.”

અમેરિકાના આમંત્રણ પર, 40 દેશો મંગળવારે જર્મનીમાં સુરક્ષા પરિષદમાં ભાગ લેશે, જેમાં યુક્રેનને વધુ હથિયારો અંગે ચર્ચા કરવામાં આવશે. સાથે જ યુદ્ધ પૂર્ણ થયા બાદ દેશની લાંબા ગાળાની સુરક્ષા પર પણ વાતચીત થશે.

આ કોન્ફરન્સમાં યુરોપિયન દેશો, ઓસ્ટ્રેલિયા અને જાપાન પણ ભાગ લેશે, જેમને ડર છે કે યુક્રેનમાં રશિયાની જીત એક ઉદાહરણ સેટ કરશે જે ચીનની સરહદ વધારવાના મનસૂબાને વેગ આપશે.

ફિનલેન્ડ અને સ્વીડન… જે અત્યાર સુધી પરંપરાગત રીતે તટસ્થ દેશો હતા, હવે રશિયાના યુક્રેન પરના હુમલા બાદ નાટોમાં જોડાવાનું વિચારી રહ્યા છે. તેમને પણ આ કોન્ફરન્સમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ રાજદ્વારી હસ્ટલ અને ખળભળાટથી દૂર, યુક્રેનના લોકો યુદ્ધમાં મરી રહ્યા છે.

સોમવારે રશિયન રોકેટ હુમલામાં 18 લોકો ઘાયલ થયા હતા અને પાંચના મોત થયા હતા. આ હુમલો યુક્રેનના વિનીતસિયા વિસ્તારમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

 

ટૅગ્સ:#World War 3
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
International

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા

તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
Editorial

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
International

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
International

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]