આતુરતાનો આવ્યો અંત, નાસાની આંખે દેખાડી રંગીન આકાશગંગાની પહેલી તસવીર
MT Online Correspondent

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ દુનિયાના સૌથી મોટા અને શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા ગેલેક્સીની આ પ્રકારની પ્રથમ તસવીર બતાવી છે, જે અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. પ્રેસિડેન્ટ જો બિડેને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે આ તસવીરો પહેલીવાર રજૂ કરી હતી. જેમ્સ વેબ ટેલિસ્કોપને ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન વૈજ્ઞાનિકોએ જે અપેક્ષાઓ રાખી હતી. આ તસવીર સામે આવ્યા બાદ તે સાબિત થઈ ગઈ છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ માહિતી આપી
યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને કેનેડાની સ્પેસ એજન્સી (CSA) પણ આ પ્રોજેક્ટમાં ભાગીદાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પણ બ્રહ્માંડની આ પ્રથમ રંગીન તસવીર વિશે માહિતી આપી છે. પોતાના ટ્વિટર હેન્ડલ પર રાષ્ટ્રપતિ બિડેને લખ્યું, ‘આ ટેલિસ્કોપ દ્વારા પ્રથમ અને ખૂબ જ ખાસ તસવીર રિલીઝ થવી એ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ઐતિહાસિક ક્ષણ છે. ખગોળશાસ્ત્ર અને અવકાશ સાથે અમેરિકા અને સમગ્ર માનવતા માટે આ સારો દિવસ છે.
The first image from the Webb Space Telescope represents a historic moment for science and technology. For astronomy and space exploration.
And for America and all humanity. pic.twitter.com/cI2UUQcQXj
— President Biden (@POTUS) July 11, 2022
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી ઊંડો નજારો છે.
જાણો વિશ્વના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ વિશે
વૈજ્ઞાનિકોએ વેબ ટેલિસ્કોપની ઉંમર દસ વર્ષ જણાવી છે, પરંતુ તેઓ અપેક્ષા રાખે છે કે તે લગભગ 20 વર્ષ સુધી કામ કરતું રહેશે. તમને જણાવી દઈએ કે જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં લોન્ચ કરાયેલા સૌથી શક્તિશાળી ટેલિસ્કોપમાંથી એક છે. નાસાના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર પામ મેલરોયના જણાવ્યા અનુસાર, “નાસાના મિશનમાં 20 વર્ષ સુધી કામ કરવા માટે પૂરતી વધારાની ઇંધણ ક્ષમતા છે.”
તે જ સમયે, વેબના ડેપ્યુટી સિનિયર પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ જોનાથન ગાર્ડનરે કહ્યું કે આ ટેલિસ્કોપ ખૂબ દૂર સ્થિત આકાશગંગાઓની શોધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]
