શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

2022નું પ્રથમ ‘સૂર્યગ્રહણ’ ક્યારે અને કઈ રાશિમાં થશે? જાણો તારીખ અને સમય

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
2022નું પ્રથમ ‘સૂર્યગ્રહણ’ ક્યારે અને કઈ રાશિમાં થશે? જાણો તારીખ અને સમય

જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય છે અને ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે ત્યારે તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર દેશ અને દુનિયા પર જોવા મળે છે, સાથે જ તેની અસર મેષથી મીન રાશિ સુધી જોવા મળે છે.

2022નું સૂર્યગ્રહણ ક્યારે છે
જ્યોતિષીય ગણતરી મુજબ, પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ના રોજ થશે. આ વર્ષનું પ્રથમ ગ્રહણ હશે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આંશિક ગ્રહણ હશે જે વૃષભ રાશિમાં થશે. આ સૂર્યગ્રહણ દક્ષિણ અને પશ્ચિમ-દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિક મહાસાગર જેવા વિસ્તારોમાંથી દેખાશે. આંશિક હોવાને કારણે ભારત પર તેની અસર નહીં થાય. સંપૂર્ણ ગ્રહણના કિસ્સામાં જ સૂતકના નિયમોનું પાલન કરવામાં આવે છે. પંચાંગ અનુસાર વર્ષ 2022માં કુલ ચાર ગ્રહણ લાગવાનો યોગ છે. જેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણના સંયોગ છે.

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ વૃષભ રાશિમાં થશે
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022 શનિવારના રોજ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ બપોરે 12.15 કલાકે શરૂ થશે અને સાંજે 4:07 કલાકે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ વૃષભ રાશિમાં થશે.

સૂર્યગ્રહણ દરમિયાન ‘સુતક’ની સ્થિતિ
વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પૂર્ણ નથી. આ આંશિક સૂર્યગ્રહણ છે. જેના કારણે સુતકના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે નહીં. માન્યતા અનુસાર જ્યારે પૂર્ણ ગ્રહણની સ્થિતિ સર્જાય ત્યારે જ સુતક અસરકારક અથવા માન્ય ગણાય છે.

ટૅગ્સ:#zodiac signs
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!
Astrology

Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!

અમદાવાદઃ હાલમાં ઉનાળો ચરમસીમાએ છે. સૂર્ય ભગવાન સવારથી જ તાપ દેખાડવા લાગ્યા છે. ત્યારે જેમ જેમ સૂરજદાદા ઉંચે ચડે છે […]

જૂનમાં શુક્ર-શનિ સહિત આ ગ્રહોનું થશે ગોચર, જાણો કઈ રાશિને થશે બંપર ફાયદો
Astrology

જૂનમાં શુક્ર-શનિ સહિત આ ગ્રહોનું થશે ગોચર, જાણો કઈ રાશિને થશે બંપર ફાયદો

ધાર્મિક ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રનું વિશેષ મહત્વ છે. તેમના આંતરસંબંધોની ગણતરી કરીને આગાહીઓ કરવામાં આવે છે. ગ્રહો […]