અધિક માસ દરમિયાન આ નિયમોનું કરો ખાસ પાલન
MT Online Correspondent

હિંદુ ચંદ્ર માસ અનુસાર દર ત્રણ વર્ષમાં એક વાર અધિક મહિનો આવે છે. આ વખતે શ્રાવણ મહિનાના અંતર્ગત અધિક માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનો ૪ જુલાઈથી શરુ થઈને ૩૧ ઓગષ્ટ સુધી ચાલશે જ્યારે અધિક મહિનો ૧૮ જુલાઈથી શરુ થશે અને ૧૬ ઓગષ્ટે પૂર્ણ થશે તો આવો જાણીએ અધિક માસના કેટલાક નિયમો…..
– અધિક માસની કથા ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહ ભગવાન અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ છે. આ મહિનામાં આ બંને ભગવાનનું પૂજન કરવું જોઈએ.
– અધિક માસમાં શ્રીમદ ભાગવત ગીતામાં પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, શ્રીરામ કથા વાચન, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠનું વાચન અને ગીતાના પુરષોત્તમ નામ ૧૪ માં અધ્યાયનું દરરોજ અર્થ સાથે પાઠ કરવો જોઈએ.
– જો તમે પાઠ કરી શકતા ના હોવ તો ભગવાનના ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ આ મંત્રનો દરરોજ ૧૦૮ વાર જાપ કરવો જોઈએ.
– અધિકમાસ દરમિયાન એક સમય પર જ ભોજન કરવું જોઈએ જે આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે.
– આ મહિનામાં ભગવાનને દીપદાન અને ધ્વજાદાન કરવાનો ખૂબ મહિમા છે. આ મહિનામાં દાન દક્ષિણાનું કાર્ય પણ પુણ્ય ફળ આપે છે.
– અધિક માસમાં સ્નાન, પૂજન, અનુષ્ઠાન અને દાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે.
– અધિક માસ દરમિયાન કોઇપણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહિ અને માંસાહારથી દૂર રહેવું જોઈએ.
– આ મહીને વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, વાહન વગેરેની ખરીદી કરવી જોઈએ નહિ પરંતુ વચ્ચે જો કોઈ શુભ મૂહર્ત હોય તો જ્યોતિષની સલાહ પર આભૂષણની ખરીદી કરી શકાય છે.
– અપશબ્દ, ગૃહ કલેશ, ક્રોધ, અસત્ય ભાષણ અને સમાગમ જેવા કાર્ય પણ કરવા જોઈએ નહિ.
– જો તમારી કોઈ મનોકામના અધૂરી છે અને તેને પૂર્ણ કરવા માંગો છો તો અધિકમાસ તેના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલ યજ્ઞ અને અનુષ્ઠાન સંપૂર્ણ રીતે ફળદાયી હોય છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

31મી મેના દિવસે બુધનું વૃષભ રાશિમાં ગોચર, જાણી લો આ રાશિના જાતકો સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો
Buch Gochar in Taurus: બુધ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી મેના રોજ ગોચર કરશે. તે તમામ લોકોના જીવન પર […]

Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!
અમદાવાદઃ હાલમાં ઉનાળો ચરમસીમાએ છે. સૂર્ય ભગવાન સવારથી જ તાપ દેખાડવા લાગ્યા છે. ત્યારે જેમ જેમ સૂરજદાદા ઉંચે ચડે છે […]

જૂનમાં શુક્ર-શનિ સહિત આ ગ્રહોનું થશે ગોચર, જાણો કઈ રાશિને થશે બંપર ફાયદો
ધાર્મિક ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રનું વિશેષ મહત્વ છે. તેમના આંતરસંબંધોની ગણતરી કરીને આગાહીઓ કરવામાં આવે છે. ગ્રહો […]

મહાદેવની કૃપાથી આ રાશીઓને મળશે લાભ, જાણો કયી રાશિને શુ મળશે લાભ ??
એક સારું અને ખુશહાલ જીવન જીવવાનું સપનું કોઈ પણ વ્યક્તિ ને હોઈ છે, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સારામાં સારું […]
