શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

IPLમાં સતત શરમજનક પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાને પત્ની નતાશા ડિવોર્સ આપશે?

M

MT Online Correspondent

•4 મિનિટ વાંચો
શેર કરો:
IPLમાં સતત શરમજનક પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાને પત્ની નતાશા ડિવોર્સ આપશે?

Hardik-Natasa Divorce: છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે તકરાર ચાલી રહી છે. તાજેતરમાં જ નતાશાએ ઈન્સ્ટાગ્રામ પરથી પોતાનું નામ ‘નતાશા સ્ટેનકોવિચ પંડ્યા’થી બદલીને નતાશા સ્ટેનકોવિચ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, 4 માર્ચે નતાશાના જન્મદિવસ પર હાર્દિકે કોઈ પોસ્ટ પણ મૂકી નહોતી. IPL 2024ની એક પણ મેચ જોવા માટે નતાશા સ્ટેડિયમ પહોંચી ન હતી. આવી ઘણી બાબતોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે, હાર્દિક અને નતાશા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું. જો કે, હાર્દિક કે નતાશાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

કેટલી છે હાર્દિકની કમાણી?
હાર્દિક પંડ્યા હાલમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. તેને 15 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અગાઉ તે ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો અને ટીમની કમાન સંભાળી રહ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ, ટીમ એક વખત ફાઇનલમાં જીતી હતી અને બીજી એકમાં રનર્સઅપ રહી હતી. આ સિવાય હાર્દિક BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ Aનો ભાગ છે, જેના માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળે છે. આ સાથે તે ઘણી બ્રાન્ડને પ્રમોટ પણ કરે છે. આવી સ્થિતિમાં તે મોટી કમાણી કરે છે.

કેવી રીતે શરૂ થઈ હતી હાર્દિક-નતાશાની લવ સ્ટોરી?
નતાશા પહેલા હાર્દિકનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. જો કે, હાર્દિકે આ તમામ વાતને નકારી કાઢી હતી. ત્યારપછી હાર્દિક એક નાઈટ ક્લબમાં નતાશા સ્ટેનકોવિકને મળ્યો હતો. ત્યારે નતાશાને ખબર નહોતી કે હાર્દિક એક ક્રિકેટર છે. આ વાત હાર્દિકે પોતે જ જણાવી હતી. તેણે કહ્યું હતું કે, નતાશાને ખબર નહોતી કે હું કોણ છું. અમે એકબીજા સાથે વાત કરી અને ધીરે ધીરે નજીક આવ્યા. અમે જ્યાં મળ્યા હતા ત્યારે ટોપીમાં તેણે મને જોયો હતો.

હાર્દિકે કહ્યું હતુ કે, ‘હું રાત્રે એક વાગ્યે ટોપી, ગળામાં ચેન અને હાથમાં ઘડિયાળ પહેરીને બેઠો હતો. નતાશાએ વિચાર્યું કે તે કોઈ રેન્ડમ વ્યક્તિ છે. આ સમય દરમિયાન જ અમારી વાતચીત શરૂ થઈ. પછી અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.’ હાર્દિક અને સ્ટેનકોવિક ઘણી પાર્ટીઓમાં સાથે દેખાવા લાગ્યા હતા. જો કે, 2020 પહેલાં બંનેએ ક્યારેય તેમના સંબંધોનો ખુલ્લેઆમ ખુલાસો કર્યો ન હતો. હાર્દિકને લાગ્યું કે નતાશા યોગ્ય વ્યક્તિ છે જેની સાથે તે આખી જિંદગી વિતાવી શકે છે.

હાર્દિક અને નતાશાના લગ્ન ક્યારે થયા?
આ પછી હાર્દિકે નતાશાનો પરિચય તેના પરિવાર સાથે કરાવ્યો. એક વર્ષમાં જ હાર્દિકે સંબંધો પર મહોર મારી દીધી. જો કે, તેના માતા-પિતાને ખબર ન હતી કે તે સગાઈ કરવા જઈ રહ્યો છે. 2020માં તેમની સગાઈ એક Instagram પોસ્ટ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ત્યારપછી હાર્દિકે એક ખાનગી કાર્યક્રમમાં નતાશા સાથે લગ્ન કરી લીધા હતા. જુલાઈ 2020માં જ હાર્દિકે કહ્યું હતું કે, તે પિતા બનવા જઈ રહ્યો છે. તે જ વર્ષે નતાશાએ અગસ્ત્ય પંડ્યા નામના પુત્રને જન્મ આપ્યો. હાર્દિકે 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ 2023માં બંનેએ પહેલા ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ અને પછી હિન્દુ રીત-રિવાજ અનુસાર લગ્ન કર્યા. આ લગ્નમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

actor Pradeep Rawat passes away
Bollywood

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય

બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

abhishek bachchan
Bollywood

બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત

Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Bollywood

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ

Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]