સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

Kalki 2898 AD : પ્રભાસ કરતા બિગબીએ ટીઝરમાં લૂટી લાઇમલાઇટ

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
Kalki 2898 AD : પ્રભાસ કરતા બિગબીએ ટીઝરમાં લૂટી લાઇમલાઇટ

પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હસન સ્ટારર ફિલ્મ પ્રોજેક્ટ ‘K’ ના ફાઈનલ ટાઈટલની જાહેરાત થઇ ગઈ છે. તેની સાથે આ ફિલ્મની પહેલી ઝલક પણ સામે આવી છે. ફિલ્મનું નામ છે કલ્કી 2898 AD. આ સાયન્સ ફિક્શન ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિને કર્યું છે. ટીઝરમાં પ્રભાસ સિવાય દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ નજર આવી રહ્યા છે. પ્રભાસ અને કમલ હાસને ઇવેન્ટ This is Project K: First Glimpse of India’s Mytho-Sci-fi Epic માં ફિલ્મનું ફર્સ્ટ ટીઝર રિલીઝ કર્યું છે.

ફિલ્મની સ્ટોરી કહે છે, જ્યારે દુનિયા પર અંધેરી શક્તિઓ અને એડવાન્સ ટેકનોલોજીનું રાજ હોય છે ત્યારે એક હીરોનો જન્મ થાય છે અને આ હીરો છે પ્રભાસ. ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ખરાબ શક્તિઓએ લોકો પર પોતાનો કબજો જમાવ્યો છે. દરેક બાજુ હાહાકાર મચ્યો છે. હિંસા ફેલાયેલી છે. ત્યારે લોકોના દુઃખ દૂર કરવા માટે એક હીરોની એન્ટ્રી થાય છે. પ્રભાસ વોરિયરના રોલમાં છે. જે દુનિયાને ખરાબ શક્તિઓથી બચાવે છે.

અમિતાભ બચ્ચનનું લૂક વધારે સરપ્રાઈઝિંગ છે. તેમના મોઢા પર પટ્ટીઓ બાંધી છે. ફક્ત આંખો દેખાઈ રહી છે. બચ્ચનનું આ લૂક વધારે ઇન્ટેસ છે. દીપિકા પાદુકોણ પણ વધારે ઇમ્પ્રેસિવ લાગી રહી છે. ટીઝરમાં બેકગ્રાઉન્ડ મ્યુઝીક વધારે દમદાર છે, જે ટીઝરના ઘણા સીન્સને પાવરફૂલ બનાવે છે. એક્શન, ઈમોશન્સ અને રોમાંસથી ભરપૂર આ ટીઝર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મનું ટીઝર હોલિવુડ લેવલનું લાગી રહ્યું છે. ડિરેક્ટર નાગ અશ્વિનના વખાણ કરતા લોકોએ તેમના ફિલ્મની તુલના વર્લ્ડ ક્લાસ સિનેમા સાથે કરી છે. પ્રભાસના ઘણા ફેંસ જય પ્રભાસનો નારો લગાવતા નજર આવ્યા હતા. તો હવે જોવું રહ્યું બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કેવો કમાલ કરે છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

actor Pradeep Rawat passes away
Bollywood

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય

બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

abhishek bachchan
Bollywood

બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત

Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Bollywood

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ

Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]