યુદ્ધવિરામની ઘોષણા પછી પણ રશિયા યુક્રેનના શહેરોને નિશાન બનાવી રહ્યું છે. કિવ અને ખાર્કિવ ઉપરાંત યુક્રેનના ઘણા શહેરો પર બોમ્બ ધડાકા અને જમીની હુમલા થઈ રહ્યા છે. તાજેતરમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે તેઓ અને તેમનો પરિવાર રશિયાના નિશાના પર છે. યુક્રેનના રાષ્ટ્રપતિની પત્ની અને ફર્સ્ટ લેડીનું નામ ઓલેના ઝેલેન્સ્કા છે. બંનેને બે બાળકો એલેક્ઝાન્ડ્રા અને કિરીલ છે. આવો જાણીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીની પત્ની ઓલેના ઝેલેન્સ્કા અને તેમના પરિવાર વિશે…
ઓલેના ઝેલેન્સ્કાની ઉંમર 44 વર્ષ છે. તે સ્ક્રિપ્ટ રાઈટર છે. યુક્રેનની ફર્સ્ટ લેડી હોવા છતાં તેમની પાસે સત્તાવાર ઓફિસ નથી. પરંતુ તેણે રશિયા સાથેના યુદ્ધમાં તેની વિશેષ ભૂમિકા સુનિશ્ચિત કરી છે. પ્રથમ મહિલા તરીકે, ઓલેના બાળકોના સ્વાસ્થ્ય, ખાસ કરીને સંતુલિત આહારના ક્ષેત્રમાં સક્રિયપણે કામ કરે છે. તેઓ કહે છે કે દીકરી એલેક્ઝાન્ડ્રાના જન્મ સમયે તે ખાવા-પીવાની બાબતમાં બેદરકાર હતી. પરંતુ તે પછી તેણે ડોક્ટરની સલાહ લીધી અને સંતુલિત આહાર દ્વારા 3 મહિનામાં 10 કિલો વજન ઘટાડ્યું.
ગયા અઠવાડિયે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ઓલેનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘આજે હું ડરી નથી, હું રડી રહી નથી. હું શાંત અને આત્મવિશ્વાસ સાથે રહીશ. મારા બાળકો મને જોઈ રહ્યા છે. હું મારા બાળકો અને પતિની સાથે રહીશ.’ આ પછી, તેણે હવે એક ખાસ ટેલિગ્રામ ચેનલ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે રુસો-યુક્રેન યુદ્ધ દરમિયાનની તમામ મહત્વપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચાડશે.
ઓલેના ઝેલેન્સ્કાનો જન્મ મધ્ય યુક્રેનના કિવો રોગ શહેરમાં થયો હતો. વર્તમાન રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી પણ આ શહેરમાં જ મોટા થયા હતા. ઓલેના સામાન્ય રીતે રશિયન બોલે છે. બંનેના શહેરમાં ઘણા કોમન ફ્રેન્ડ્સ હતા. પરંતુ બંનેની મુલાકાત ક્રિવો રોગ નેશનલ યુનિવર્સિટીમાં ત્યારે થઈ હતી, જ્યારે ઓલેના આર્કિટેક્ચરનો અભ્યાસ કરતી હતી અને વોલોડીમિર કાયદાનો અભ્યાસ કરી રહયા હતા. તે સમયે ઓલેનાનો બોયફ્રેન્ડ હતો અને ઝેલેન્સકી કોમેડીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ કરી રહયા હતા.
તે કોમેડી જ હતી જે ઓલેના અને વોલોડીમિરને એકબીજાની નજીક લાવી. હકીકતમાં, યુક્રેનનું સૌથી મોટું મનોરંજન ટીવી સામગ્રી પ્રદાતા ગ્રુપ ક્વાર્ટર 95 અથવા સ્ટુડિયો ક્વાર્ટર 95 છે. વોલોડીમિર ઝેલેન્સકી તેના સ્થાપકોમાંના એક છે. આમાં ઓલેના ઝેલેન્સ્કા સ્ક્રિપ્ટ રાઈટર તરીકે જોડાઈ. ઝેલેન્સકી આ ગ્રુપમાં ક્રિયેટિવ પ્રોડ્યુસર છે. ઓલેના અને વોલોડીમીરે પાછળથી 2003 માં લગ્ન કર્યા હતા.
યુક્રેન પર રશિયાનું આક્રમણ ચાલુ છે. આવી સ્થિતિમાં ઝેલેન્સ્કા મહિલાઓ અને બાળકોની દુર્દશા તરફ ધ્યાન દોરે છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘યુક્રેનિયનોએ દરરોજ રાત્રે તેમના બાળકોને બંકરમાં લઈ જવું પડે છે અને તેમના ઘરની દિવાલો નીચે દુશ્મનો સામે લડવું પડે છે. યુક્રેન એક શાંતિપ્રિય દેશ છે. અમે યુદ્ધની વિરુદ્ધ છીએ અને પહેલા હુમલો કર્યો નથી. પરંતુ, અમે હાર માનવાના નથી. આખી દુનિયા, જુઓ અમે તમારા દેશોમાં પણ શાંતિ માટે લડી રહ્યા છીએ.