‘માર્યા ગયા બાળકો, સ્કુલ થઇ તબાહ…હોસ્પિટલ ધ્વસ્ત’, યુક્રેનમાં રશિયા હુમલા પર અમેરિકાએ કહ્યું કે…
MT Online Correspondent

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ અવિરત ચાલુ છે. આ યુદ્ધમાં રશિયા હજુ પણ યુક્રેન પર તબાહી મચાવી રહ્યું છે. આ યુદ્ધને લઈને પશ્ચિમી દેશો સતત રશિયાની ટીકા કરી રહ્યા છે. આ સાથે જ અમેરિકાએ ફરી એકવાર રશિયા પર નિશાન સાધ્યું છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને રશિયા પર યુક્રેનમાં યુદ્ધ દ્વારા “ઇરાદાપૂર્વકની નિર્દયતા” કરવાનો આરોપ લગાવ્યો હતો. એમ પણ કહ્યું કે મોસ્કો જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને સિમી વેલી કેલિફોર્નિયામાં રીગન નેશનલ ડિફેન્સ ફોરમની બેઠકમાં જણાવ્યું હતું કે રશિયાએ યુક્રેન પર વારંવાર હુમલો કર્યો છે. બાળકો રશિયન હુમલામાં મૃત્યુ પામ્યા છે. ઘણી શાળાઓ નાશ પામી છે. હોસ્પિટલો ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ઓસ્ટીને કહ્યું કે રશિયા જાણીજોઈને યુક્રેનિયન નાગરિકોને નિર્દયતાથી નિશાન બનાવી રહ્યું છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]
