તો આ કારણે અનુપમામાં ખતમ થયો દેવિકાનો રોલ…..
MT Online Correspondent

ટેલિવિઝનની દુનિયામાં અનુપમાએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી દીધી છે. અનુપમા સિરીયલના દરેક કિરદારે ઘર-ઘર માં પોતાની એક અલગ ઓળખ બનાવી દીધી છે. સિરીયલમાં અનુજના મિત્રનો રોલ પ્લે કરનાર નિતેશ પાંડેનું નિધન ૨૩ મે ૨૦૨૩ નાં રોજ થયું હતું. નિતેશ પાંડેના નિધનના કારણે સિરીયલના ટ્રેકમાં ઘણો ફેરફાર કરવો પડયો છે. બીજી તરફ, નિતેશના નિધનથી આ સિરીયલના એક એક્ટરનું ઘણું નુકસાન થયું છે. અનુપમા શોમાં જસવીર કૌર દેવિકાનો રોલ પ્લે કરી રહી છે પરંતુ જ્યારથી એક્ટર નિતેશ પાંડેનું નિધન થયું છે ત્યારથી તે સીરિયલમાં નજર આવી રહી નથી.
જસવીરે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તે સમયે સિરીયલના ટ્રેકમાં મારા અને નિતેશના મેરેજ થવાના હતા પરંતુ નિતેશના મૃત્યુના કારણે બધું ત્યાં સ્ટોપ થઇ ગયું છે. ત્યારબાદ આ શોનો ટ્રેક બદલી લેવામાં આવ્યો છે. જસવીરને હવે નિતેશની જગ્યાએ બીજું કોઈ આવશે કે નહિ તેની કોઈ માહિતી નથી. જસવીરે આગળ જણાવ્યું કે, હું આશા વ્યક્ત કરું છુ કે, મારો રોલ શોમાં ફરીથી રીવાઈલ થાય. મને અત્યારે મારા રોલ વિશે કોઈ માહિતી નથી. સિરીયલની પ્રોડક્શન ટીમની પાસે જરૂર કોઈ સારી યોજના હશે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય
બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

અનુપમ ખેરની Reel સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, ચાહકોએ ગણાવ્યા ‘ટ્રેન્ડ વિનર’
કોરોના મહામારી દરમિયાન શ્રી ફૈસુ (ઉર્ફે ફૈસુ શેખ) એ “મેરે મહેબૂબ કયામત હોગી” ગીત પર એક રીલ સેટ બનાવી, જે […]

બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત
Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]
