સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

Jawan ફિલ્મનું ફર્સ્ટ ગીત આ દિવસે થશે રીલીઝ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ એક પોસ્ટ…..

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
Jawan ફિલ્મનું ફર્સ્ટ ગીત આ દિવસે થશે રીલીઝ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ એક પોસ્ટ…..

‘પઠાણ’ ફિલ્મ સાથે ચાર વર્ષ સિનેમાઘરોમાં ધમાકો મચાવનાર શાહરૂખ ખાન ફરી એક વખત ‘જવાન’ ફિલ્મને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ ચાહકો આતુરતાથી અને જ્યારથી ‘જવાન’ નો પ્રિવ્યૂ રિલીઝ થયું છે ત્યારથી દરેકના દિલમાં તેને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. નિર્માતાઓના આ પ્રિવ્યૂ બ્લાસ્ટ બાદથી ચાહકો શાહરૂખ ખાનની ફિલ્મના દરેક સમાચાર પર સતત નજર રાખી રહ્યા છે. જ્યારે આ આતુર ચાહકો માટે અમારી પાસે સારા સમાચાર છે. વાસ્તવમાં, જો કેટલાક અહેવાલોનું માનીએ તો નિર્માતા ટૂંક સમયમાં જ ‘જવાન’ નું પ્રથમ ગીત રિલીઝ કરવા જઈ રહ્યા છે..

‘જવાન’ના બ્લોકબસ્ટર પ્રિવ્યુ બાદ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મના નિર્માતાઓ 26 જુલાઈના રોજ ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ કરવા માટે તૈયાર છે. તેમ છતાં હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શાહરૂખની ફેન ક્લબે આ અંગે એક પોસ્ટ શેર કરી દીધું છે. આ પોસ્ટ જ્યારથી ફેન ક્લબે સોશિયલ મીડિયા પર શેર કરી છે ત્યારથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે. આ સમાચાર આવતા કિંગ ખાનના ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે.

શાહરૂખ ખાન ફિલ્મની સંપૂર્ણ ટીમ સાથે પ્રીવ્યૂ વિડિયોના મળી રહેલા પ્રેમને લઈને ખુશ છે. તેની સાથે જ ફિલ્મના નિર્દેશક અટલી કુમારે તાજેતરમાં એક વધુ ટીઝર શેર કર્યું હતું, જેમાં શાહરૂખ ખાનની સાથે સહ-કલાકાર વિજય સેતુપતિ અને નયનતારા પણ જોવા મળ્યા હતા. આ વિડીયોમાં દીપિકા પાદુકોણ પણ જોવા મળી રી હતી. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી ફિલ્મમાં એક કેમિયો ભૂમિકા નિભાવતી જોવા મળવાની છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

actor Pradeep Rawat passes away
Bollywood

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય

બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

abhishek bachchan
Bollywood

બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત

Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Bollywood

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ

Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]