શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

રશિયન સૈનિકોની હવસખોર નજરોથી બચવા હવે આ કામ કરવા મજબૂર બની યુક્રેનની મહિલાઓ!

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
રશિયન સૈનિકોની હવસખોર નજરોથી બચવા હવે આ કામ કરવા મજબૂર બની યુક્રેનની મહિલાઓ!

છેલ્લા 45 દિવસોથી રશિયા-યૂક્રેન વચ્ચે જંગ ચાલી રહી છે ત્યારે આ યુદ્ધથી યુક્રેનિયનોને થયેલા મોટા નુકસાન વચ્ચે યુક્રેનની મહિલાઓનું ગૌરવ પણ જોખમમાં છે. આપણે રશિયન સૈનિકોએ યુક્રેનમાં મહિલાઓના કરેલા શોષણની ઘણી વાતો સાંભળી છે. ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે યુક્રેનની મહિલાઓ ઓછી આકર્ષક દેખાવા માટે પોતાના વાળ કાપવા મજબૂર બની છે.

મહિલાઓ કાપી રહી છે પોતાના વાળ

એક શહેરના મેયરના જણાવ્યા અનુસાર, ઘણી યુક્રેનિયન મહિલાઓ પોતાની જાતને રશિયન સૈનિકો દ્વારા થતા બળાત્કારનો શિકાર બનવાથી બચાવવા માટે તેમના વાળ કાપી રહી છે. એક અહેવાલ મુજબ, સૈનિકોના પરિવારની સામે જ મહિલાઓ અને છોકરીઓ સાથે બળાત્કારના કિસ્સા સામે આવ્યા છે.

ઓછી આકર્ષક દેખાવા માટે કરી રહી છે આમ

મહિલાઓ રશિયન સૈનિકોની નજરોમાં ઓછી આકર્ષક બનવા માટે પોતાના વાળ કપાવી રહી છે. ડેપ્યુટી મેયર મારિયાના બેસ્ચસ્તાનાએ કહ્યું કે એક ગામમાં બે બહેનો પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. બંને યુવતીઓની ઉંમર 15 અને 16 વર્ષની હતી. મહિલાઓને વાળ પકડીને ખેંચીને લઈ જવાતી હતી.

અપરાધોની નિષ્પક્ષ તપાસ કરે રશિયા

યુરોપ અને મધ્ય એશિયાના ચેરિટીના ડાયરેક્ટર વિલિયમસને જણાવ્યું હતું કે તેના સૈનિકો દ્વારા કથિત યુદ્ધ અપરાધોની નિષ્પક્ષ તપાસ કરવાની રશિયાની આંતરરાષ્ટ્રીય કાનૂની જવાબદારી છે. બળાત્કાર ઉપરાંત હિંસા અને હત્યાના ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.

 

ટૅગ્સ:#war crime
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
International

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા

તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
Editorial

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
International

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
International

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]