માતાની હત્યા પર બાળકીનો ભાવુક પત્ર – ‘તમે શ્રેષ્ઠ માતા છો, હું તમને સ્વર્ગમાં મળીશ’
MT Online Correspondent

9 વર્ષની એક છોકરીએ તેની મૃત માતાને એક ભાવુક પત્ર લખ્યો હતો. આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ છોકરીએ તેના પત્રમાં વચન આપ્યું હતું કે તે પોતે સારું કામ કરશે અને તેને સ્વર્ગમાં મળશે.
આ છોકરીએ લખ્યું છે, ‘મા, આ પત્ર તમારા માટે ભેટ છે. જો તમને લાગે કે તમે લાગે છે કે તેમે મારું જે પાલન પોષણ કર્યું તે નિરર્થક રહ્યું… પરંતુ મારા જીવનના સૌથી ખાસ 9 વર્ષ માટે આભાર.’
તમને જણાવી દઈએ કે યુક્રેનની આ છોકરીની માતાનું યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન મૃત્યુ થયું હતું. હુમલામાં તેણે જીવ ગુમાવ્યો હતો.
આ છોકરીએ પત્રમાં આગળ લખ્યું, ‘હું મારા બાળપણ માટે તમારો આભાર કહેવા માંગુ છું. તમે વિશ્વની શ્રેષ્ઠ માતા છો. હું તને કદી નહિ ભૂલું. હું ઈચ્છું છું કે તમે આકાશમાં સૌથી ખુશ વ્યક્તિ બનો. હું ઈચ્છું છું કે તમે સ્વર્ગમાં જાઓ, આપણે સ્વર્ગમાં મળીશું. હું પણ સ્વર્ગમાં જઈ શકું તે માટે હું દરેક પ્રયાસ કરીશ.’
આ પત્ર યુક્રેનના સાંસદ એન્ટોન ગેરેશચેન્કોએ ટ્વિટર પર શેર કર્યો છે. તેઓ યુક્રેનના આંતરિક બાબતોના મંત્રીના સલાહકાર છે.
Here's the letter from 9-old girl to her mom who died in #Borodianka.
"Mom!
You're the best mom in the whole world. I'll never forget you. I wish you'll get in Heaven and be happy there. I'll do my best to be a good person and get in Heaven too. See you in Heaven!
Galia xx". pic.twitter.com/07l7vfQxM4
— Anton Gerashchenko (@Gerashchenko_en) April 8, 2022
જ્યારે એક બાળકે એકલા 965 કિમીનો પ્રવાસ કર્યો હતો
થોડા સમય પહેલા યુક્રેનના અન્ય એક બાળકની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે બાળકને તેના માતા-પિતાને છોડીને જવું પડ્યું. આ પછી 11 વર્ષના છોકરાએ એકલાએ 965 કિમીની મુસાફરી કરી. તેના હાથ પર ફોન નંબર પણ લખેલો હતો. આ છોકરો જીવ બચાવીને એકલો જ સ્લોવાકિયાની સરહદમાં ઘૂસી ગયો હતો.
તે યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા પ્રદેશમાં રહેતો હતો. રશિયાએ ઝાપોરિઝ્ઝ્યાને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. સ્લોવેકિયન અધિકારીઓ દ્વારા છોકરાની બહાદુરીની પ્રશંસા કરવામાં આવી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે છોકરો બેકપેક, પાસપોર્ટ અને હાથ પર લખેલા ફોન નંબર સાથે ત્યાં પહોંચ્યો હતો.
સ્લોવાકિયાના ગૃહ મંત્રાલયે તેને સાચો હીરો કહ્યો. મંત્રાલયે કહ્યું હતું કે તે બધાને સ્મિત સાથે મળ્યો હતો, તેના ચહેરા પર કોઈ ડર નહોતો. તે દ્રઢનિશ્ચયી હતો, તે હીરો જેવો હતો.
મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું- ‘સ્લોવાકિયામાં હાજર સંબંધીઓની શોધ કરી લેવામાં આવી છે. બાદમાં છોકરો સુરક્ષિત રીતે તેના પરિવારના સભ્યો સુધી પહોંચ્યો હતો.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]
