સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

ફિલ્મ રિલીઝ પહેલા વરુણ-જાહ્નવીના ફોટોશૂટે ઇન્ટરનેટ પર મચાવી ‘બબાલ’

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
ફિલ્મ રિલીઝ પહેલા વરુણ-જાહ્નવીના ફોટોશૂટે ઇન્ટરનેટ પર મચાવી ‘બબાલ’

બોલીવુડ એક્ટર વરુણ ધવન અને અભિનેત્રી જાહ્નવી કપૂર આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ ‘બવાલ’ ને લઈને ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં બન્ને સ્ટાર્સ જોડી બનાવતા નજર આવશે. વરુણ ધવન અને જાહ્નવી કપૂર અત્યારે તેમના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે દરમિયાન વરુણ અને જાહ્નવીએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ વધારે બોલ્ડ છે જે દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. સ્ટાર્સના ‘બવાલ’ ફોટોઝ પર ખૂબ કમેન્ટ્સ આવી રહ્યા છે.

વરુણ ધવન અને જાહ્નવી કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, આ ફોટોઝમાં વરુણ અને જાહ્નવી એકબીજાની બાહોમાં રોમેન્ટિક થતા નજર આવી રહ્યા છે.
ફોટોશૂટ દરમિયાન વરુણ ધવન બનિયાનની સાથે બ્લેક લેધર કોટમાં વધારે ડેશિંગ લાગી રહ્યો છે. જ્યારે જાહ્નવી કપૂર ઓફ શોલ્ડર મીની ડ્રેસમાં વધારે બોલ્ડ લાગી રહી છે. વરુણ અને જાહ્નવીની આ તસવીરો જોઈ ફેંસ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘બવાલ’ ની વાત કરવામાં આવે તો આ ફિલ્મ ૨૧ જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વિડીયો સ્ટ્રીમ કરવામાં આવશે. આ પહેલીવાર હશે જ્યારે વરુણ ધવન અને જાહ્નવી કપૂર કોઈ ફિલ્મમાં એક સાથે નજર આવશે તો હવે જોવું રહ્યું કે આ બંનેની જોડી મોટા પડદા પર શું કમાલ કરે છે.
AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

actor Pradeep Rawat passes away
Bollywood

પ્રખ્યાત ભારતીય અભિનેતા પ્રદીપ રાવતનું નિધન, મહાભારતના અશ્વત્થામાએ લીધી વિદાય

બોલિવૂડ ફિલ્મ ગજની, લગાન અને બીઆર ચોપરાની મહાભારતમાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતા પીઢ અભિનેતા પ્રદીપ રાવતનું બ્લડ કેન્સર સામે લડ્યા […]

abhishek bachchan
Bollywood

બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત

Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે […]

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ
Bollywood

હાર્દિક-નતાશા જ નહીં, આ બોલિવૂડ સ્ટાર્સના પણ થયા હતા છૂટાછેડા; જુઓ લિસ્ટ

Hardik Pandya-Natasa Divorce Rumours: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક વચ્ચે અણબનાવના સમાચાર ફેલાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે […]