રશિયાથી વાતચીત કરવા તૈયાર થયા ઝેલેન્સકી…પણ આ કારણથી આપી ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી
MT Online Correspondent

રશિયા અને યુક્રેન વચ્ચે 25 દિવસથી ચાલેલું યુદ્ધ વધુ તીવ્ર થતું જોવા મળી રહ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધને લઈને અનેક રાઉન્ડની વાતચીત પણ કોઈ પરિણામ પર પહોંચી શકી નથી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે.
ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી
યુક્રેનની મીડિયા સંસ્થા ‘ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ’ અનુસાર, ઝેલેન્સકીએ કહ્યું છે કે હું વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છું, પરંતુ જો આ વાતચીત નિષ્ફળ જશે તો તેનો અર્થ ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય (OHCHR) એ યુદ્ધ વિશે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. સંગઠને કહ્યું છે કે યુક્રેનમાં રવિવારની મધ્યરાત્રિ (સ્થાનિક સમય) સુધીમાં ઓછામાં ઓછા 902 નાગરિકોના મોત થયા છે. રશિયન હુમલામાં 1459 લોકો ઘાયલ થયા છે.
રશિયન સૈનિકોએ મેરીયુપોલમાં વિનાશ વેર્યો
આજે રવિવારે રશિયન સેનાએ યુક્રેનના મેરીયુપોલ વિસ્તારમાં ભારે તબાહી મચાવી છે. રશિયાએ મારીયુપોલને ચારે બાજુથી ઘેરી લીધું છે. મેરીયુપોલ યુક્રેનનું બંદર શહેર છે અને હાલમાં યુક્રેનનો તે વિસ્તાર છે જે યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત છે. ભીષણ યુદ્ધ વચ્ચે અહીંનો મોટો સ્ટીલ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સત્તાવાળાઓએ રશિયન હુમલાનો સામનો કરવા માટે પશ્ચિમી દેશો પાસેથી વધુ મદદ માંગી છે.
યુક્રેનના માનવાધિકાર લોકપાલ લ્યુડમિલા ડેનિસોવાએ રશિયન સૈન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે રશિયન સેના યુક્રેનના નાગરિકોને બળજબરીથી રશિયા લઈ જઈ રહી છે. તેમણે કહ્યું કે મેરીયુપોલમાં બંધક બનાવવામાં આવેલા નાગરિકોને કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં જ્યાં યુક્રેનિયન નાગરિકોના ફોન અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. કેમ્પમાંથી તેમને રશિયાના આર્થિક રીતે નબળા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે.
રશિયા રવિવારે યુક્રેનના 18થી વધુ શહેરો પર હવાઈ હુમલા કરવા તૈયાર છે. આ હાઈ એલર્ટ શહેરોમાં હવાઈ હુમલાને લઈને સતત સાયરન વાગી રહ્યા છે. રશિયા યુક્રેનના સુમી, ટેર્નોપીલ, પોલ્ટાવા, ખાર્કીવ, ઝાપોરિઝિયા, કિવ, લેવિલ જેવા શહેરો પર મિસાઈલથી હુમલો કરી શકે છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

ઇરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ, વિદેશ મંત્રી પણ સાથે હતા
તહેરાનઃ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. […]

અફઘાનિસ્તાનની આ છોકરીએ પ્રતિબંધ હોવા છતાં કરી બતાવ્યું કમાલ, જાણી તમે પણ કહેશો ‘વાહ!શું વાત છે’
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મુકવા છતાં એક 26 વર્ષની યુવતીએ દેશમાં રહીને માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી. […]

ઈમરાનને ભગવાન હનુમાન, મરિયમને પાકિસ્તાની દેવી બતાવવા બદલ હિંદુઓ ભડક્યા
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિન્દુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવી એક પાકિસ્તાની પત્રકારને મોંઘી પડી છે. પાકિસ્તાનમાં ભગવાન હનુમાનનું અપમાન કરવા બદલ સિંધ પોલીસે […]

પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે કરોડો આપ્યા, કેસ 7 વર્ષ પછી ખૂલ્યો, શું ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે?
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કના પ્રોસિક્યુટર્સ અમુક મહિલાઓને પૈસાની ચૂકવણીની તપાસ […]
