ધો.10 ની વિદ્યાર્થિનીએ ઘરમાં ૩૭ લાખનું સોનું ચોરી કરી ઈન્સ્ટાગ્રામ મિત્રને આપ્યું, કારણ જાણીને ઉડી જશે તમારા હોશ
MT Online Correspondent

સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા અને પછી છેતરપિંડીના અનેક કેસ તમે જરૂર જ્યાં હશે પરંતુ આ દરમિયાન જે ઘટના સામે આવી છે તેને જાણી તમારા હોશ ઉડી જશે. આ ઘટના કેરળના તિરૂવનંતપુરથી સામે આવી છે. જેમાં કેરળના તિરૂવનંતપુરમાં ધોરણ-10 માં અભ્યાસ કરનાર એક વિદ્યાર્થિનીએ પોતના ઘરમાં રહેલું 37 લાખનુ 75 તોલા સોનું તેના મિત્રને ચોરીને આપી દેવામાં આવ્યું છે.
આ મિત્ર સાથે તેની મિત્રતા સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. જ્યારે ઘરમાંથી સોનું ચોરાયુ હોવાની જાણ પરિવારને થતા જ તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી તો તેમાં હેરાન કરનારી વાત સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કેરળના તિરૂવનંતપુરમાં રહેનાર શિબીન નામના એક વ્યક્તિએ એક વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પોતાની આર્થિક તંગી વિશે જણાવ્યું હતું. આ પોસ્ટ પર ધોરણ-10 માં અભ્યાસ કરનારી એક વિદ્યાર્થિની નજર પડી ગઈ હતી. ત્યાર બાદ તેણે શિબીન સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. સમય જતાની સાથે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. શિબીનની આર્થિક તંગી દૂર કરવા માટે વિદ્યાર્થિનીએ આ હેરાન કરનારું પગલું ભર્યું હતું.
જ્યારે વિદ્યાર્થિનીના ઘરમાં તેના પરિવાર દ્વારા 75 તોલા સોનું સાચવીને રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીએ તેના સોશિયલ મીડિયા મિત્રની આર્થિક તંગી દૂર કરવા માટે ઘરમાંથી 37 લાખનું સોનું ચોરી કરી લીધું હતું. ત્યાર બાદ શિબીનને તેને આપી દીધું હતું. ત્યાર બાદ શિબીને તેની માતાની સાથે મળીને સોનું વેચી નાખ્યું અને પોતાનું ઘર રિનોવેશન કરાવી દીધું હતું.
જયારે બાકી રહેલા લગભગ 10 લાખ રૂપિયા ઘરમાં મુકી દીધા હતા. ઘરમાંથી સોનું ગુમ થતા હાહાકાર થઈ ગયો હતો. પરિવાર દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી અને તપાસમાં ખુલાસો થયો તેનાથી પરિવાર પણ ચકિત થઈ ગયો હતો. પોલીસ દ્વારા શિબીન અને તેની માતાની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની સાથે જ પોલીસ દ્વારા શિબીનના ઘરમાંથી 10 લાખ રૂપિયા પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
તેની સાથે પોલીસ દ્વારા વિદ્યાર્થિનીની પૂછપરછ કરવામાં આવી તો તેને કબુલાત કરતા જણાવ્યું કે, ઘરમાં રાખવામાં આવેલ સોનું તેણે પલક્કડમાં રહેનાર તેના એક મિત્રને આપી દીધુ હતુ. આ યુવક સાથે તેની મિત્રતા ઈન્સ્ટાગ્રામ દ્વારા બની હતી. તેની સાથે જ્યારે શિબીનને સોનું મળ્યું તો તેણે વિદ્યાર્થિનીને બ્લોક કરી નાખી હતી. જ્યારે હાલ તો પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

રાજસ્થાનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ પર હુમલો, મિલકતના વિવાદમાં મારી ગોળી
રાજસ્થાનના બારાં શહેરમાં તલાવડા રોડ પર બદમાશોએ કોંગ્રેસના શહેર પ્રમુખ અને પૂર્વ અધ્યક્ષ ગૌરવ શર્માને ગોળી મારી હતી. ઘટના બાદ […]

મુંબઈથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, મોતના બે દિવસ બાદ જામીન કરાઈ મંજૂર
ભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને […]

200 થી વધુ છોકરીઓ સાથે બળાત્કારનો ભારતનો સૌથી મોટો કેસ, તેને કેવી રીતે દબાવવામાં આવ્યો
બળાત્કારનો સૌથી મોટો મામલોઃ રાજસ્થાનની અજમેરની સોફિયા ગર્લ્સ કોલેજ, દેશની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક. સોફિયા ગર્લ્સ કોલેજમાં નામાંકિત લોકોની છોકરીઓ […]

મહિલાને કારમાં ખેંચી, ચાલતા વાહનમાં આખી રાત ગેંગરેપ કર્યો, પછી ઘરની બહાર ફેંકી દીધી
બેંગલુરુમાં એક મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ચાલતી કારમાં 4 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો. પોલીસે આ અંગે […]
