સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

મુંબઈથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, મોતના બે દિવસ બાદ જામીન કરાઈ મંજૂર

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
મુંબઈથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, મોતના બે દિવસ બાદ જામીન કરાઈ મંજૂર

ભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને “તબીબી અને માનવતાના આધારે” મૃત્યુના બે દિવસ બાદ કામચલાઉ જામીન આપ્યા હતા. આ વ્યક્તિનું નામ સુરેશ પવાર હતું. 9 મેના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી પૂરી થયાના કલાકો બાદ તેનું અવસાન થયું હતું, જ્યારે વધારાના સેશન્સ જજ વિશાલ એસ ગાયકે બે દિવસ પછી તેમને કામચલાઉ જામીન આપ્યા હતા.

ગંભીર રીતે ડાયાબિટીસ અને અન્ય બિમારીઓથી પીડિત હતો સુરેશ

બનાવટી દસ્તાવેજોના આધારે રિયલ એસ્ટેટ એજન્ટને મિલકત વેચવાના આરોપમાં પવારની ધરપકડ કરવામાં આવી હતી. પવાર 31 ડિસેમ્બર 2021થી જેલમાં હતા અને તબીબી આધાર પર 6 મહિના માટે કામચલાઉ જામીન માટે અરજી કરી હતી. પવારે તેમની અરજીમાં કહ્યું હતું કે તેઓ ગંભીર રીતે ડાયાબિટીસ અને વય સંબંધિત અનેક બિમારીઓથી પણ પીડિત છે. ફેબ્રુઆરીમાં સુરેશના અંગૂઠામાં ઈજા થઈ હતી અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પગના અંગૂઠામાં ગેંગરીન થયો હતો અને તેને કાપવો પડ્યો હતો.

તબીબી સારવારના અભાવના કારણે કાપવું પડ્યું પગ

હાઈકોર્ટે માર્ચમાં જેલ અધિકારીઓને પવારને યોગ્ય તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. સુરેશે 19 એપ્રિલે હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. તે જ દિવસે તેની તબિયત બગડી અને તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે યોગ્ય તબીબી સારવારના અભાવે તેના ઘામાં સેપ્ટિક થઇ ગયું અને તેનો પગ ઘૂંટણની નીચે કાપવો પડ્યો હતો.

કોર્ટે મૃત્યુ પછી મંજુર કર્યા જામીન

અરજી મુજબ, આરોપીને ફેફસામાં ચેપ લાગ્યો હતો અને તેણે તબીબી લાભો માટે 6 મહિના માટે અસ્થાયી જામીન માંગ્યા હતા. તેના આદેશમાં કોર્ટે કહ્યું હતું કે સુરેશની ઉંમર, ગંભીર તબીબી જટિલતાઓ અને તબીબી સંભાળની વધુ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામચલાઉ જામીન માટેની તેમની પ્રાર્થના માનવતાના આધાર પર સંપૂર્ણ રીતે માનવામાં આવે છે. પરંતુ આ જામીન મંજુર થાય તે પહેલા જ સુરેશનું મૃત્યુ થયું હતું.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

રાજસ્થાનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ પર હુમલો, મિલકતના વિવાદમાં મારી ગોળી
Crime

રાજસ્થાનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ પર હુમલો, મિલકતના વિવાદમાં મારી ગોળી

રાજસ્થાનના બારાં શહેરમાં તલાવડા રોડ પર બદમાશોએ કોંગ્રેસના શહેર પ્રમુખ અને પૂર્વ અધ્યક્ષ ગૌરવ શર્માને ગોળી મારી હતી. ઘટના બાદ […]

200 થી વધુ છોકરીઓ સાથે બળાત્કારનો ભારતનો સૌથી મોટો કેસ, તેને કેવી રીતે દબાવવામાં આવ્યો
Crime

200 થી વધુ છોકરીઓ સાથે બળાત્કારનો ભારતનો સૌથી મોટો કેસ, તેને કેવી રીતે દબાવવામાં આવ્યો

બળાત્કારનો સૌથી મોટો મામલોઃ રાજસ્થાનની અજમેરની સોફિયા ગર્લ્સ કોલેજ, દેશની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક. સોફિયા ગર્લ્સ કોલેજમાં નામાંકિત લોકોની છોકરીઓ […]

મહિલાને કારમાં ખેંચી, ચાલતા વાહનમાં આખી રાત ગેંગરેપ કર્યો, પછી ઘરની બહાર ફેંકી દીધી
Crime

મહિલાને કારમાં ખેંચી, ચાલતા વાહનમાં આખી રાત ગેંગરેપ કર્યો, પછી ઘરની બહાર ફેંકી દીધી

બેંગલુરુમાં એક મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ચાલતી કારમાં 4 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો. પોલીસે આ અંગે […]

ચાર બાળકોને લઇ મહિલાએ કૂવામાં ઝંપલાવ્યું, ડર લાગતા એકને બચાવીને બહાર લાવી, 3ના મોત
Crime

ચાર બાળકોને લઇ મહિલાએ કૂવામાં ઝંપલાવ્યું, ડર લાગતા એકને બચાવીને બહાર લાવી, 3ના મોત

મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કૌટુંબિક વિવાદને પગલે રવિવારે અહીં એક 30 વર્ષીય મહિલાએ તેના ચાર […]