અધિક માસમાં બનાવો ફરાળી સાબુદાણાના વડા
MT Online Correspondent

સામગ્રી :
સાબુદાણા – ૧ કપ
બટાકા – ૨ બાફેલા
મગફળી – ૧/૨ કપ
લીલા મરચા – ૧ થી ૨ ઝીણા સમારેલા
કોથમીર – ૧ મોટી ચમચી
લાલ મરચું પાવડર – ૧/૨ ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
બનાવવાની રીત : સાબુદાણાના વડા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા સારી રીતે ધોઈ તેમાંથી પાણી નીકાળી ૨ કલાક સુધી ઢાંકીને રાખો. ત્યારબાદ બટાકાને બાફી તેની છાલ ઉતારી ઠંડા પડે એટલે છૂંદી નાખો. હવે સાબુદાણામાં બટાટા, અધકચરા વાટેલા સિંગદાણા, લીલાં મરચાં, કોથમીર, લીંબુનો રસ સરખી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને લીંબુના આકારના ગોળ લુઆ બનાવી હથેળીથી દબાવો અને ચપટો આકાર આપો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી વડા બ્રાઉન થાય ત્યાં સુધી તે તળો. તૈયાર છે ગરમાગરમ સાબુદાણાના વડા.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

કાકડી ખાવાના 7 અદભૂત ફાયદા, વજન ઘટાડવાથી લઈને ત્વચાની ચમક સુધી રામબાણ ઈલાજ
1. વજન ઘટાડવામાં મદદરૂપ (Weight Loss): કાકડીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે (100 ગ્રામમાં માત્ર 15 કેલરી). તેમાં રહેલું […]

ઉનાળા માટે પરફેક્ટ લસ્સી, જે પેટને આપશે ઠંડક; નોંધી લો રેસીપી
ઉનાળાની ઋતુમાં જો કોઈ પીણું ખરું ઠંડક અને તાજગી આપે છે તો તે છે લસ્સી. ફક્ત એક ગ્લાસ લસ્સી પીવાથી […]

સેવ ટામેટાનું શાક
સામગ્રી : ટામેટા – ૨ કપ જાડી સેવ – ૧ કપ બારીક સમારેલ લસણ ૧ ચમચી લાલ મરચું પાવડર – […]

દહીં બ્રેડ રોલ રેસીપી
સામગ્રી: ક્રશ કરેલું પનીર – 100 ગ્રામ પાણી નીકાળેલું દહીં – 500 ગ્રામ મેંદો – 2 ચમચી શિમલા મરચું – […]
