સેવ ટામેટાનું શાક
MT Online Correspondent

સામગ્રી :
ટામેટા – ૨ કપ
જાડી સેવ – ૧ કપ
બારીક સમારેલ લસણ ૧ ચમચી
લાલ મરચું પાવડર – ૧ ચમચી
હળદર – ૧ ચમચી
ધાણા જીરું – ૧ ચમચી
ખાંડ – ૧ ચમચી અથવા સ્વાદ અનુસાર
તેલ – ૧ ચમચી
રાઈ – ૧ ચમચી
જીરું – ૧ ચમચી
હિંગ – ૧/૪ ચમચી
કોથમીર – ૨ ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
રીત :
સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ટામેટા ધોઈને મીડીયમ સાઈઝમાં સમારી લો. લસણ છોલી બારીક કાપી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને રાઈ જીરું નાખી સાતડો. હવે હિંગ અને સમારેલું લસણ નાખી એક મિનીટ માટે વઘારો. હવે ટામેટા નાખી મસાલા કરી લો. લાલ મરચું , હળદર, ધાણા જીરું અને મીઠું નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ એક નાની ચમચી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે જ્યારે સબ્જી પીરસવાની હોય તેની પહેલા સેવ નાખી બરાબર મિક્સ કરી તેના ઉપર કોથમીરથી ગાર્નીશ કરી તેને ગરમાગરમ સર્વ કરો.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

કાકડી ખાવાના 7 અદભૂત ફાયદા, વજન ઘટાડવાથી લઈને ત્વચાની ચમક સુધી રામબાણ ઈલાજ
1. વજન ઘટાડવામાં મદદરૂપ (Weight Loss): કાકડીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે (100 ગ્રામમાં માત્ર 15 કેલરી). તેમાં રહેલું […]

ઉનાળા માટે પરફેક્ટ લસ્સી, જે પેટને આપશે ઠંડક; નોંધી લો રેસીપી
ઉનાળાની ઋતુમાં જો કોઈ પીણું ખરું ઠંડક અને તાજગી આપે છે તો તે છે લસ્સી. ફક્ત એક ગ્લાસ લસ્સી પીવાથી […]

અધિક માસમાં બનાવો ફરાળી સાબુદાણાના વડા
સામગ્રી : સાબુદાણા – ૧ કપ બટાકા – ૨ બાફેલા મગફળી – ૧/૨ કપ લીલા મરચા – ૧ થી ૨ […]

દહીં બ્રેડ રોલ રેસીપી
સામગ્રી: ક્રશ કરેલું પનીર – 100 ગ્રામ પાણી નીકાળેલું દહીં – 500 ગ્રામ મેંદો – 2 ચમચી શિમલા મરચું – […]
