૯૦ વર્ષના આ દાદીએ શરૂ કર્યો પોતાનો ધંધો, આજે વિદેશમાં પણ વેચાય છે તેમની બનાવેલ આ વસ્તુ, એકવાર જરૂર જાણવા જેવી આ વાત
MT Online Correspondent

ગુજરાતી કહેવત આજે આ દાદીમા એ સાબિત કરી દીધી છે સપનાં જોવા અને પૂરાં કરવાની કોઈ ઉંમર નથી હોતી. જી હા, આજે અમે એક એવી સત્ય ઘટના લઈ ને આવ્યા છીએ જેના વિષે જાણીને તમે પણ કહી દેશો વાહ!
આ વાત 90 વર્ષીના દાદીમાં ની છે જેનું નામ લતિકા ચક્રવર્તી છે. આ દાદીમા આસામના ઢુબરીના રહેવાસી છે અને તેઓ જે સાડીઓને તે પહેરતા નથી અને વર્ષોથી કબાટમાં પડી હતી તેમાંથી પોતાની આવડતથી પોટલી બેગ એટલે કે બટવા બનાવી ઓનલાઈન વેચે છે.

લતિકાજી તેના 66 વર્ષ જૂના સિલાઈના મશીનથી બેગ સીવે છે.તેમના સીવેલા આ બાટવા બેગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ વેચાય છે. જર્મની, ન્યુઝીલેન્ડ, ઓમાન જેવા અન્ય ઘણા દેશોના લોકો લતિકાજીના આ ડીસાઇનર બટવા ખરીદે છે.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, મને નાનપણથી જ સીવણ અને ભરતકામનો હતો શોખ હતો. જ્યારે તેના બાળકો નાના હતા ત્યારે તે પોતાના હાથથી તેમના માટે નવા-નવા કપડાં સીવતા હતા. બાળકો મોટા થયા પછી તેમણે બેગ-બાટવા, પોટલી અને ઢીંગલી બનાવવાનું શરૂ કર્યું. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ આ પોટલી અને બેગ તેમના સગા-સબંધીઓને ભેટમાં પણ આપે છે.
પોટલી બનાવવી દેશ-વિદેશમાં વેચવાની સલાહ તેમના પુત્રવધૂએ આપી હતી. તેમની પુત્રવધૂ પણ તેમને આ પોટલી બનાવવામાં મદદ કરે છે અને પછી પૌત્ર તેને ઓનલાઈન વેચવામાં મદદ કરે છે. આજે તેને દુનિયાભરમાંથી પોટલી બેગ્સના ઓર્ડરઆવે છે. તેમની બેગની વેબસાઇટ પણ છે તેમ દરેક બેગની કિંમત $10 આજુબાજુ રાખવામાં આવી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

મગર કાચબાને જીવતો ગળી જવાનો હતો, મોતને સ્પર્શીને પાછો આવ્યો!
મગરના જડબામાંથી બચવું અશક્ય છે. પરંતુ એક કાચબો એટલો ભાગ્યશાળી હતો કે તે મગરના મોઢામાંથી જીવતો બચી ગયો. હવે આ […]

આનંદ મહિન્દ્રાએ આપેલો વાયદો નિભાવ્યો: ભંગાર માંથી બનાવેલી જીપના બદલમાં આપી નવી નક્કોર બોલેરો
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહે છે અને ઘણીવાર જુગાડથી બનેલા વીડિયો શેર કરે છે અને જુગાડથી […]

હસમુખકાકાના ફેમસ રસપાઉ: લાખ રૂપિયા આપો તો પણ સવારે 11 વાગ્યા પછી તેમના હાથના રસપાઉ નહીં મળે, જામનગર જાવ તો એકવાર જરૂર મુલાકાત લેજો
આજે અમે તમને એવી દુકાન વિશે જણાવવા જઈ રહ્યા છે છીએ ત્યાં નસીબમાં હોય તો જ તમને ખાવા મળે છે. […]

IAS બનવાનું સપનું તૂટી ગયું પરંતુ મહેનતથી બનાવ્યું પોતાનું ભવિષ્ય, યૂટ્યૂબ માંથી ધંધો શીખી કમાય છે વાર્ષિક 6 લાખ રૂપિયા
મિત્રો, આપણે બધા આપણા જીવનમાં કંઈક ને કંઈક બનવા માંગીએ છીએ. ઘણા સપના જોઈએ છીએ કે ભણી ગણીને આ બનશુ, […]
