શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

એક સાથે 52 નર્સનો આરોપ- ડોકટર ચેન્જીંગ રૂમમાં ઘૂસી અશ્લિલ માંગ કરે છે

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
એક સાથે 52 નર્સનો આરોપ- ડોકટર ચેન્જીંગ રૂમમાં ઘૂસી અશ્લિલ માંગ કરે છે

મધ્યપ્રદેશના ભોપાલમાં સરકારી ગાંધી મેડિકલ કોલેજ સાથે જોડાયેલી હમીદિયા હોસ્પિટલની 52 નર્સોએ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખીને હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર દીપક મારવી પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે.

પીડિત નર્સોએ આ પત્ર મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રા, તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગ ઉપરાંત DGP સુધીર સક્સેનાને મોકલ્યો છે. નર્સોએ આરોપ લગાવ્યો છે કે રજા મંજૂર કરતી વખતે ડૉ. મારવીને જ્યારે તેમની ચેમ્બરમાં બોલાવવામાં આવે છે ત્યારે તેઓ ક્યારેક સ્પર્શ કરે છે અને ક્યારેક તેઓ ગંદી વાતો કરે છે.

તપાસ દરમિયાન કેટલીક નર્સોને ઓળખીને તેમની ચેમ્બરમાં બિનજરૂરી રીતે બોલાવીને બિનજરૂરી કામો કરાવે છે અને રાત્રે હાફ પેન્ટ પહેરીને દારૂના નશામાં અચાનક નર્સોના ચેન્જિંગ રૂમમાં પ્રવેશી અશ્લીલ હરકતો કરે છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ડૉ. મારવીએ તાજેતરમાં જ તેમની ચેમ્બરમાં એક નર્સ પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારા આ સાથીદારે તાજેતરમાં જ લગ્ન કર્યા છે, અમે તેનું નામ નથી લઈ રહ્યા, પરંતુ જો યોગ્ય તપાસ કરવામાં આવશે, તો અમે અમારું લેખિત નિવેદન આપીશું. ”

ત્યાં જ આ મામલે તબીબી શિક્ષણ પ્રધાન વિશ્વાસ સારંગે કહ્યું કે તેમને ફરિયાદ મળી છે અને ભોપાલના ડિવિઝનલ કમિશનર ગુલશન બમરાને 10 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ કરવા કહ્યું છે. સારંગે કહ્યું, “મેં ડિવિઝનલ કમિશનરને હોસ્પિટલની બહારના વહીવટી અધિકારી દ્વારા આ તપાસ કરાવવા કહ્યું છે અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.”

બીજી તરફ આ મામલે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના મીડિયા વિભાગના વડા કેકે મિશ્રાએ આ મુદ્દે એક ટ્વિટમાં લખ્યું છે કે, “ભોપાલની હમીદિયા હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક મારવી પર 50 નર્સોએ અશ્લીલતાનો આરોપ લગાવ્યો હતો. તબીબી શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે ડિવિઝનલ કમિશનરને 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવા કહ્યું છે?

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bengaluru Apartment Woman Skeleton Found
India

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

Fortune Sunflower Oil FSSAI Penalty
Delhi

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ

દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
India

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
India

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]