સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં 70 વર્ષના વૃદ્ધે પોતાની જ 35 વર્ષની વહુ સાથે લગ્ન કરી લીધા. બંનેના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. બંને 10 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. જે બાદ પરિવારના લોકોએ પોલીસને સૂચના આપી હતી. આ દરમ્યાન અચાનક મંદિર પહોંચ્યા અને અહીં એકબીજાને વરમાળા પહેરાવીને લગ્ન કરી લીધા હતા.

મંદિરમાં લગ્ન દરમ્યાન ગામના કેટલાય લોકો હાજર રહ્યા હતા. તેમણે તેમનો વીડિયો પણ બનાવ્યો હતો. આખો કિસ્સો ઘોસી કોતવાલીના નદવાસરાય વિસ્તારના સરાયસાદી ગામનો છે. અહીં રહેતા 70 વર્ષિય હરિશંકર ગામમાં કોટેદાર છે. હરિશંકરને 5 દીકરા છે અને તમામનો હર્યોભર્યો પરિવાર છે. તો વળી સંબંધમાં વહુ થતી 35 વર્ષિય મહિલાના પરિવારમાં પણ પતિ અને બાળકો છે. પણ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા.

બંને વચ્ચે પ્રેમ પ્રસંગની જાણકારી ત્યારે થઈ, જ્યારે તેઓ ઘરેથી ભાગી ગયા હતા. બંને વચ્ચે અફેર ક્યારે શરુ થયું અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય ક્યારે લીધો કોઈને પણ જાણ થઈ નહીં. પરિવારવાળાઓએ જ્યારે વૃદ્ધને શોધવા માટે નીકળ્યા તો જાણવા મળ્યું કે એક નહીં પણ ગામમાંથી બે લોકો ગુમ છે. આ દરમ્યાન 10 દિવસ વીતી ગયા, પરિવારે તેમની ખૂબ શોધ કરી, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. ત્યાર બાદ લોકોને સમજાયું કે, મામલો કંઈક જુદો છે.

આ દરમ્યાન રવિવારની રાતે મહિલાને લઈને વૃદ્ધ દાદા ગામના મંદિરમાં પહોંચ્યા. તેની જાણ થતાં ઘણા લોકો એકઠા થઈ ગયા. વૃદ્ધ દાદાએ મંદિરમાં પહોંચ્યા બાદ થેલીમાંથી વરમાળા કાઢી અને એક પોતાની પાસે રાખી અને બીજી વરમાળા વહુને આપી દીધી. બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી. સાથે જ દાદાએ વહુના માથામાં સિંદૂર પણ ભર્યું. ઘટનાસ્થળ પર હાજર લોકોએ મોબાઈલમાં બંનેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bengaluru Apartment Woman Skeleton Found
India

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

Fortune Sunflower Oil FSSAI Penalty
Delhi

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ

દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
India

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]